ઓપરેશન થીએટર માં દરદી ને લોકલ એનેસ્થેસિયા અપાયા બાદ સર્જનોની ટીમ તેના પર શસ્ત્ર ક્રિયા કરતી વખતે દરદી એ ન સાંભળવા જેવા કેટલાક વાક્યો:

  • એક મિનીટ જરા થોભો ! આ જો લીવર તો હોય તો પેલું શું છે ?
  • હું મારા ચશ્માં ઘરે ભૂલી ન આવ્યો હોત તો સારું હતું.
  • હવે બધા જણા સપાટો બોલાવજો, નહીતર કોન બનેગા કરોડપતિ જોવા નું રહી જશે !
  • શું વાત કરો છો ? આ દર્દીએ પોતાનો જીવન વીમો ઉતરાવ્યો જ નથી ?
  • આના પાસલા નીચે જે ધબકે છે તેને જરાક વાર બંધ કરો , સિસ્ટર ! અવાજ થી મારું કોન્સનટ્રેશન તૂટે છે !
  • માર્યા ઠાર ! આ સર્જરી ગાઈડમાંથી ૪૫ થી ૫૬ સુધીના પાના ક્યાં ગયા ?
  • અરે ભાઈ, કોઈએ મારી રિસ્ટ વોચ જોઈ ?
  • લો જરા ! લીવર નો આ ટુકડો સંભાળી ને બરણી માં મૂકી ડો . પોસ્ટ મોર્ટમ વખતે તેને આપણે તપાસવો પડશે .
  • આજનું પેપર વાંચ્યું? બ્લેક  માર્કેટમાં કીડનીનો ભાવ અચાનક ૩ ગણો થઇ ગયો છે ! કરવા જેવો ધંધો છે !
  • તમે સૌ અહી ધ્યાન આપો! આમાં થી ઘણુબધું શીખવાનું છે આપણે !

આભાર : સફારી જોક્સ

Advertisements

આપડે પેહલા મળ્યા હતા……

આપડે પેહલા મળ્યા હતા ,પણ કદાચ તને યાદ નથી;

કંઈ વાંધો નહિ મને પણ તેની કોઈ ફરિયાદ નથી ,

જીવી લઉં છું હું તો ક્યારેક તારી જ યાદ માંથી ;

ઉઠે છે તારા જ નામ ના પોકારો અંતર્નાદ માંથી ,

જો તું છે મારી સંગ તો, જીવન માં કશું બરબાદ નથી;

જીવન માં છે ખુશી ફક્ત તારા જ ઉન્માદ માંથી ,

કેમ કરી બચે  “રોનક” આ અંતર ને મન ના વિવાદ માંથી;

તો આવ અને તું જ કરાવ આઝાદ , મને તારી આ કેદ માંથી.

હોલસેલને બદલે છુટક…!!

છગન : હું નાનો હતો ત્યારે વિચારેલું કે સૈનિક બનીશ , પણ જુઓને રોજનું એક ઓપરેશન કરતો સર્જન બની ગયો .
મગન : પરેશાન ન થાઓ , ક્યારેક હોલસેલને બદલે છુટક વેપારી બનીને પણ સંતોષ રાખવો પડે છે …!!

અપ્રિલ ફૂલ ની મૂંઝવણ.

છગન અને મગન બંને ક્લાસમાં ખાસ મિત્રો . છગન થોડો ચાલાક હતો . દરેક પહેલી અપ્રિલે તે મગન ને અપ્રિલ ફૂલ બનાવી દેતો અને તેથી મગન ને ખૂબ ચીડ ચઢતી . આ વખતે મગને નક્કી કર્યું કે તે છગન દ્વારા અપ્રિલ ફૂલ નહિ જ બને . આખરે પહેલી અપ્રિલ આવી અને જતી પણ રહી પણ છગન મગન ના ઘર બાજુ ફરક્યો પણ નહિ . બીજા દિવસે જયારે બંને ક્લાસમાં મળ્યા ત્યારે મગન બોલ્યો કે અરે તું તો ગઈ કાલે મારા ઘર બાજુ દેખાયો પણ નહિ  યાર . આ વખતે તો મેં નક્કી કરેલું કે હું તને , મને અપ્રિલ ફૂલ નહિ જ બનાવા દઉં . અને તું મારા ઘરે ના આવ્યો એટલે તું મને અપ્રિલ ફૂલ પણ ના બનાવી શક્યો ……. તારો રેકોર્ડ તૂટી ગયો …. હે હે હે હે …!!! છગન થોડું ખંધુ હસ્યો અને પછી બોલ્યો કે જો , તે એવું વિચારેલું કે હું તને અપ્રિલ ફૂલ બનાવીશ પણ મેં તને ના બનાવ્યો એટલે તારી ધારણા ખોટી પડી . એટલે એવું સાબિત થયું કે મેં તને  ફરી અપ્રિલ ફૂલ બનાવી દીધો ………. આમ કહી છગન ખડખડાટ હસવા લાગ્યો  . મગન બિચારો નિરાશ થઇ ગયો .અને પછી બંને છુટ્ટા પડ્યા .

 
ઘરે આવીને મગન વિચારે ચઢ્યો  ………. કે જો છગને મને અપ્રિલ ફૂલ બનાવ્યો નહિ તો હું અપ્રિલ ફૂલ બન્યો કઈ રીતે ?? એક રીતે મેં વિચારેલું કે તે મને અપ્રિલ ફૂલ બનાવશે પણ તેણે ના બનાવ્યો એટલે હું ભોંઠો પડ્યો અને એટલે અપ્રિલ ફૂલ બની ગયો…………….. પણ ફરી પાછુ વિચાર્યું કે, તેણે મને અપ્રિલ ફૂલ બનાવ્યો જ નહિ તો હું બન્યો પણ ના જ કહેવાઉ ને…. આ મૂંઝવણમાં બિચારો મગન આખો દિવસ અટવાયેલો રહ્યો પણ કોઈ નિષ્કર્ષ પર ના પહોચી શક્યો….!!
 
તો હવે તમે વિચારો કે મગન ખરેખર અપ્રિલ ફૂલ બન્યો કે નહિ….???