ફૂરસદનું Creation…!!

આમ તો લોકો કહે છે કે “નવરા બેઠા નખ્ખોદ વાળ્યો” અને ” નવરું મગજ એ શેતાન નું ઘર છે ” પણ આજે હું નવરો બેઠો હતો ને મને સુઝ્યું કે નવરાશ નો કંઈક ઉપયોગ કરું , તો મેં આ કવિતા બનાવી ને નવરાશને ઠાર મારી . ઘણી વાર મનોરંજન ના તમામ સાધનો ઉપલબ્ધ હોવા છતાં મગજ ને કઈ ગમે નઈ અને એવું થાય કે શું કરું ને શું ના કરું ? આજે મારી જોડે પણ આવી દુર્ઘટના સર્જાઈ (કદાચ સારી ઘટના કેમકે એ બહાને કાવ્યનું સર્જન થઇ ગયું !!) . ને પછી એકાએક સ્ફૂર્યું કે ઘણા દિવસ થી કવિતા પર હાથ નથી અજમાવ્યો અને પછી બની ગઈ મારી આ ફૂરસદની કવિતા . તો માણો………………બેઠો છું હું નવરો, ને ખયાલો છે  મારા Paranoid ,
વિચારો પણ છે બેકાબૂ, જેમ Galaxy માં Asteroid .

આવી એ જ મૂંઝવણ, કે જેને મેં કરી’તી વારંવાર Avoid ,
વિચારો છે મારા ગૂંચવાયા, ને સાલું મગજ બન્યું Solenoid .

આ ટાણે Phone પણ શું કામનો, પછી ભલેને હોય એ Android ,
કેમકે થયા છે મારા Creative Ideas,એના થકી જ તો Destroyed .

Collection કર્યું હોય Classic Songs નું, ને જો ખૂટે Pink Floyd ,
એ જ રીતે ગુમ છે કોઈક તત્વ સાલું, ને લાગે છે જીવન મારું Void .

કે બન્યો હવે છું હું કૃતનિશ્ચયી, ને બનીશ હવે હું Self Employed ,
તો કરું હવે હું મજબૂત મનોબળ, છેવટે તો એ જ બનશે મારા Steroid .

Advertisements