મૈને કુત્તેકો માર દિયા હૈ …!! “

પાકિસ્તાનમાં મુશરફ નું શાશન હતું તે સમય ની વાત છે .

એક વાર મુશરફ વેશપલટો કરીને પોતાના ડ્રાઇવર ને લઈને પાકિસ્તાનમાં અંતરિયાળ વિસ્તારમાં ફરવા નીકળ્યા . ઘણા લાંબા ડ્રાઈવીંગ પછી એક સુમસામ હાઇવે પરપહોંચ્યા . ટ્રાફિક નહીવત હોવાથી ડ્રાઇવર પુરપાટ ઝડપે ગાડી ચલાવતો હતો.ત્યાં અચનાક એક કુતરું રસ્તા વચ્ચે આવી ગયું . ડ્રાઈવરે બ્રેક તો મારી પણ કૂતરું ગાડી નીચે આવી ગયું ને મારી ગયું . મુશરફ અને ડ્રાઇવર બંને બહાર આવીને કઈ સમજે વિચારે એ પેહલા તો કૂતરાનો માલિક આવી ગયો. કૂતરાનો માલિક તો સીધો ચઢી બેઠો કે તમે મારા કુતરાને કચડીને મારી નાખ્યો હવે તમારે મને વળતર આપવું પડશે . જો નહિ આપોતો ગામડા વાળાને બોલાવીને તમને હેરાન કરી નાખીશ.મુશરફને આવું બધું ટાળવું હતું એટલે તેમણે કીધું કે કેટલા રૂપિયા આપું . માલિક બોલ્યો કે મારે તો 25000 રૂપિયા જોઈએ . હવે મુશરફ મૂંઝાયા કે સાલું કરવું શું ? કેમ કે એટલા રૂપિયા તેમની પાસે હતા નહિ ને જો ના પાડે તો પેલો ગામડા વાળા ને બોલાવી લાવશે ને જો ભૂલ થી પણ એમની ઓળખ જાહેર થઇ જાય તો તેમનું તો આવી બને .  ડ્રાઇવર ને મુશરફે આ વાત કરી .ડ્રાઇવર બોલ્યો હું આજુબાજુના ગામડામાં જઈને કૈક વ્યવસ્થા કરું . આમ કહી ડ્રાઇવર રવાના થયો .તેને ગયે 1 કલાક થયોપણ એનો ક્યાય અતોપતો નહિ . 2 કલાક પછી પણ એવું જ . મુશરફ તો ચિંતામાં આવી ગયા અને ત્યાં જ દૂર ડ્રાઇવર દેખાયો અને પાછળ બે જણા માથે ટોપલો ઊંચકીને આવતા હતા . ટોપલા રૂપિયા થી ભરેલા હતા . છેવટે તે આવી ગયા એટલે કૂતરા ના માલિકને રૂપિયા આપી રવાના કર્યો . પણ ડ્રાઇવર તો જરૂર કરતા વધારે રૂપિયા લઈને આવેલો .મુશરફને નવાઈ લાગી ને પૂછ્યા વગર રહી ના શક્યા એટલે એમણે ડ્રાઇવર ને પૂછ્યું કે તે ગામડે જઈને એવું તો શું કર્યું કે એ લોકોએ તને જરૂર કરતા પણ વધારે રૂપિયા આપી દીધા . ડ્રાઇવર બોલ્યો કે જવાદો તમારા કામની વાત નથી .પણ મુશરફ ના બહુ આગ્રહ પછી ડ્રાઈવરે છેવટે જવાબ આપ્યો કે મેં તો ત્યાં જઈને એટલું જ કીધું કે ” મેં મુશરફ કા ડ્રાઇવર હું ઔર મૈને કુત્તેકો માર દિયા હૈ …!! “.

આભાર : સફારી જોક્સ

Advertisements

તરસ

મારા દરેક મિત્ર ને સમર્પિત પાંચ લાઈનો ….

કે જેમ ઘૂઘવતા દરિયામાં મોજું જ તરસ્યું રહી જાય ,
કે જેમ વરસતા મેઘમાં વાદળું જ તરસ્યું રહી જાય ,
કે જેમ વેહતી નદી માં ઝરણું જ તરસ્યું રહી જાય ,
કે જેમ છલકતા જળ માં બેડું જ તરસ્યું રહી જાય  ,

એમ જ એ દોસ્ત તારા વિના મારું જીવન તરસ્યું રહી જાય .

Abraham Lincoln: Vampire Hunter

છેલ્લા થોડા સમય થી Hollywood ની ફિલ્મો જોતા એક trend જોવા મળ્યો  છે . કોઈ એક ઐતિહાસિક ઘટના ને background story તરીકે લઈને એમાં પોતાની કલ્પના વડે એક સારી વાર્તા નું સર્જન કરવું . જેમકે X-Men :First  class માંCuban missile crisis , Transformers : Dark of the  moon  માં પ્રથમ સમાનવ ચંદ્ર યાત્રા અને એવીજ રીતે પ્રથમ તથા બીજા વિશ્વ યુદ્ધ ને કેન્દ્રમાં રાખીને તો ઘણા movies બની ગયા છે . War Horse , Pearl Harbor  વગેરે તેના ઉદાહરણો છે .

હમણાં જ એક movie  જોયું Abraham  Lincoln : The  Vampire Hunter જેમાં છે નામ પ્રમાણે America ના 16માં રાષ્ટ્રપતિ Abraham  Lincoln ની આત્મકથા પણ એમાં fiction તરીકે તેમને Vampire  Hunter બતાવાયા છે . વાર્તાના લેખક Seth Grahame-Smith કે જેણે એ જ નામે નવલ કથા પણ લખી છે . તેમણે Abraham Lincoln ના જીવન ના દરેક મહત્વ ના પ્રસંગ ને Vampire Hunting જોડે વણી લીધા છે તેમની માતાનું મૃત્યુ ,તેમનું Law ભણવાની ઈચ્છા ,તેમની પત્ની સાથે ની મુલાકાત ,તેમનું રાષ્ટ્રપતિ બનવું ,તેમના પુત્ર નું મૃત્યુ થવું ,તેમના મિત્રો કોણ અને કેવી રીતે બન્યા , ગુલામી પ્રથા ને નાબૂદ કરવી , યુદ્ધ જાહેર કરવું વગેરે વગેરે . તો Abraham  Lincoln  રોલ  કરનાર actor Benjamin Walker  પણ રોલ માં એકદમ ફીટ થઇ જાય એવું કામ કર્યું છે . તેના માટે જોકે make – up man ને ધન્યાવાદ આપવા પડે . છેવાટે  તો director Timur Bekmambetov નો આભાર માનવો પડે કે તેમને આ project પર ઊંડાણમાં કામ કર્યું છે .

એક સલાહ તો આપીશ કે જો chance મળેતો આ movie જરૂર થી જો જો . વધુ માહિતી માટે જુઓ Abraham Lincoln: Vampire Hunter.

Bond, James Bond

તારીખ ૨જી નવેમ્બર Skyfall રિલીઝ થયાનો ૨જો દિવસ ને થીએટરમાં શો પણ હતો એ દિવસ નો ૨જો , જે શો માં હું પણ શામેલ હતો . ઘણા લાંબા સમયથી જે મૂવીની રાહ જોવાઈ રહી હતી તે છેવટે આવી ગયું. James Bond સીરીઝનું ૨૩મુ મૂવી. અપેક્ષાઓ ઊંચી હતી … જયારે પહેલું ટીઝર આવ્યું , તે મને એટલું સારું ના લાગ્યું પણ પછી પહેલુ ટ્રેલર એટલુ જ જોરદાર લાગ્યું .

Daniel Craig ના આગળના બંને James Bond મૂવીઝ (Casino Royale & Quantum Of Solace) ઠીક હતા, જુઓ તો તમને લાગે કે આ કોઈ James Bond મૂવી નહિ પણ કોઈ સિમ્પલ એક્શન મૂવી છે, પણ Skyfall તમને ફરી પાછા એ જ classic James Bond ની યાદ અપાવી દેશે જેની તમે કોઈ પણ Bond મૂવીમા અપેક્ષા રાખો. Director Sam Mendes એ આ મૂવીને classic James Bond બનાવવા પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે .હા, મૂવી માં કોઈ સ્પેશિઅલ ગેજેટ્સ જોવા નહી મળે પણ એની ખોટ પણ નહી સાલે કેમકે આ મૂવી બને એટલું realistic બનાવવા પ્રયત્ન થયો છે. મોંઘી cars જેવીકે Audi, Rangerover, Jaguar, Aston Martin જોવા મળશે .આગળના Bond મૂવીઝ થી વિરુદ્ધ તમે આમાં Q ઘરડા ડોસાની જગ્યાએ એક લબર મૂછીયો છોકરો જોવા મળશે જે Computer Hacking માં માસ્ટર છે તો વળી હમેશા ઓફિસમાં બેસતી Eve Moneypenny (Naomie Harris) બોન્ડ જોડે ફીલ્ડ પર કામ કરતી જોવા મળશે . મૂવી ની શરૂઆત એકદમ interesting ચેઝ કમ એક્શન સિકવન્સ થી થાય છે… પછી તરત જ classic બોન્ડ મૂવી ની જેમ ટાઇટલ ક્રેડિટ્સ કે જેમાં સુંદર હસીનાઓ દેખાશે અને એક awesome સોંગ Skyfall જે બ્રિટીશ સીન્ગર Adele દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે . મૂવીના dialog પણ એકદમ ironic , વળી અમુક humors પણ ખરા . એક સીન માં જયારે Q બોન્ડને એક બંદૂક અને એક radio transmitter આપે છે ત્યારે બોન્ડ કે છે કે બસ આટલું જ ત્યારે Q નો રીપ્લાય હોય છે જો તમે મારી જોડે બ્લાસ્ટ થાય એવી પેન ની અપેક્ષા રાખતા હોવ તો એ બધું જુનું ગયું છે જે તમને Goldeneye ની યાદ તાજી કરાવી દેશે . વળી બોન્ડ નો વિલન પણ classic બોન્ડ ની જેમ બોન્ડ થી હમેશા બે ડગલા આગળ . વિલન Silva ની ભૂમિકામાં Javier Bardemએ ખરેખર એકદમ જીવ પૂરી દીધો છે . તો છેલ્લા ૭ બોન્ડ મૂવીઝ થી M ની ભૂમિકા ભજવતી Judi Dench પણ પાછી નથી પડતી .Climax માં તમને Sean Connery ના મૂવીઝ માં વપરાયેલી head lights માં થી machine gun નીકળે છે એ Aston Martin DB5 પણ જોવા મળશે અને એ પણ બોન્ડ ની એ જ નંબર પ્લેટ BMT 216A . (Spoiler Alert ) તો છેલ્લે M નું મૃત્યુ થતા નવો M પણ જોવા મળશે અને એ પણ જુના બોન્ડ મૂવીઝ વાળી પેલી brown કલરના ગદ્દેદાર બારણા વાળી કેબીનમાં .

આ મૂવી દરમિયાન ખાલી એક વાત નો વસવસો હતો કે બોન્ડ ની Trade mark style કે જેમાં મૂવીની શરૂઆતમાં બોન્ડ ચાલતો ચાલતો આવે અને એક શોટ ફાયર કરે એટલે આખી સ્ક્રીન લોહીથી રંગાઈ જાય , પણ જયારે મૂવી પૂરું થયું ત્યારે એ મૂકીને એ વસવસો પણ દૂર કરી દીધો . તો છેલ્લે 50 years of Bond લખી ને તમને એ પણ યાદ અપાવી દીધું કે ભાઈ બોન્ડ મૂવીઝ ને આ વર્ષે ૫૦ વર્ષ પૂરા થયા . ને છેલ્લું વાક્ય વાંચીને તમે excitement માં આવી જાઓ અને એ વાક્ય છે : “James Bond will return.”.

જો તમે બોન્ડ મૂવીઝ ના fan હોવ તો Skyfall એ છોડાય એવું મૂવી નથી અને જો તમે એકપણ બોન્ડ મૂવી ના જોયું હોય તો પાણ મૂવી તો જોવા જેવા ખરું જ હોં.

વધુ માહિતી માટે જુઓ WWW.IMDb.com/Skyfall.