આદતથી મજબૂર

એક વાર નહી ,
આ દલડું મારું ,
તૂટ્યું છે હજારો વાર ,
પણ છતાય ,
આ સુંદર ચેહરા જોઇને ,
ફરી ફરી ને ઇચ્છા થાય છે ,
પાછી પ્રેમ કરવાની ,
ને લાગી જાય છે હ્રદિયું મારું ,
પેલા સુંદર મુખડામાં ,
તો શું કરું હું એમાં ,
વાંક નથી કોઈ મારો ,
આતો દિલ છે મારું ,
જૂની આદતથી મજબૂર .

Advertisements

બ્રેઇન ટ્યુમર…!!

બન્તા સિંહ ની સ્મશાન યાત્રા ચાલુ હતી . આગળ ઢોલ નગારા વાળા અને પાછળ બેન્ડ બાજા વાળા હતા ને લોકો ધામ ધૂમ થી નાચતા કૂદતા જતા હતા .

આ જોઇને કોઈએ સન્તા ને પૂછ્યું આ સ્મશાન યાત્રા આવા ધામ ધૂમ થી કેમ ? ઉલટાનું તમારું કોઈ નજીક નું ગુજરી જાય તો દુઃખ થવું જોઈએ .

એ સંભાળીને સન્તાએ આનંદ સાથે કહ્યું કે , “બન્તા નું મૃત્યુ બ્રેઇન ટ્યુમર થી થયું હોવાનું સાબિત થયું છે એટલે .”

21 Jump Street : ખરેખર કૂદકા મરાવે તેવી ફિલ્મ

21-jump-street-poster

Genere : Acton – Comedy – Crime

બે છોકરાઓ પોલીસમાં જોડાય છે , પણ એમનું કામ લોચા વાળું હોવાથી એમને ટ્રાન્સફર કરી દેવાય છે 21 Jump Street પર . જ્યાં તેમને અંડર કવર કામ કરવાનું છે અને સ્કૂલ માં વેચાતા drugs case ના મૂળિયા સુધી પહોચવાનું છે . બંને જણા હાઇસ્કૂલ માં જાય છે તો ખરા પણ જુએ તો તેમના સમયમાં હતું તેના થી બધું જ અલગ . હવે ત્યાં તેમને student રહીને કામ પાર પડવાનું છે અને નવા environment માં survive થવાનું છે . સ્કૂલમાં આવ્યા પછી તેમને ખરેખર તેમના સમયમાં જે નથી કરી શક્યા હોતા એ બધુજ કરવાનો chance મળે છે ….

tumblr_mf2pbrS9871qmub9bo1_500

અને પછી ચાલુ થાય છે movie ની ખરી મજા .જોનાહ હીલ અને ચેનીંગ ટેટમ ની જોડીએ ખરેખર ધમાલ ને જલસા કરાવી દીધા ,તો વળી આઈસ ક્યૂબ એ પણ ચકાચક રોલ કર્યો છે અને છેલ્લે જ્હોની ડેપ નો ગેસ્ટ એપિઅરન્સ પણ કમ્માલ હતો . તો છેલ્લી કાર ચેઝિંગ સિક્વન્સ પણ મજેદાર છે , તમે ઘણી બધી કાર ચેઝિંગ સીક્વન્સીસ જોઈ હશે પણ કદી  “Limo” ની ચેઝિંગ સિક્વન્સ નહિ જોઈ હોય , આ movie માં તમને એ જોવા મળશે . ત્રણ લાંબી limo એકબીજાની નો પીછો કરે અને રસ્તા પર ધમાલ થઇ જાય .

ખરેખર એકથી વધારે વાર જોવાની મઝા આવે એવું movie છે અને I insist કે movie જોઈજ લેજો .
 વધુ જાણકારી માટે : 21 Jump Street

January માં જોયેલા બે Awesome Movies

આમ તો હાલ vacation ચાલે છે એટલે રોજના કેટલાય movies જોયા કરું છું પણ એ બધા માંથી બે Movies તો એવા હતા કે મારું મગજ ચકરાવે ચઢાવી દીધું .

(1) Cloud Atlas

cloud_atlas_ver3

Genere: Drama – Mistery – Sci-Fi

દરેક માણસ ના કર્મો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય સાથે સંકળાયેલા હોય છે અને તે કર્મો ભૂત,વર્તમાન અને ભવિષ્ય કાળ પર અસર પણ કરે છે એ આ movie નો બેઝીક કોન્સેપ્ટ છે . મૂળ તો movie એ એજ નામની નવલ કથા નું adoption છે . ફિલ્મ 1849, 1936, 1973, 2012, 2144, 2321 આ 6 સાલો માં વારાફરતી ફરતી રહે છે , દરેક સાલ માં થતી ઘટનાઓ એ તેની પેહલા સાલો માં થઇ ગયેલી ઘટનાઓ સાથે સંકળાયેલી છે .અને વળી દરેક સાલ ના કેરેક્ટર્સ કોમન actors એ જ ભજવેલા છે . અને એ પણ મોટા ભાગે તમને ખબર પણ ના પડે એ રીતે અને એ માટે મેક-અપ artist ને ખૂબ દાદ આપવી પડે .

જો કે જેમને લાંબા movies જોવાનો કંટાળો આવતો હોય એમના માટે આ movie નથી બન્યું . ખૂબ ધીરજ પૂર્વક જોવા વાળા માટે જ છે . અડધા movie સુધી શું ચાલે છે તેની કોઈ ટપ્પી નહિ પડે પણ પછી movie જે પકડ જમાવાનું ચાલુ કરે છે એ છેલ્લે સુધી છૂટે એવી નથી .
ટોમ હેન્કસ , હેલી બેરી , બેન વીશો , હ્યુગો વિવીન્ગ્સ એ તેમના પાત્રો ખૂબ જ સારી રીતે ભજવ્યા છે અને ટોમ હેન્કસ ના ફેન હોવ તો આ movie છોડવા જેવું નથી .
વધુ માહિતી માટે જુઓ :  Cloud Atlas

(2) Zodiac

zodiac_poster

Genere: Crime – Drama – Mistery

ખરેખર એક સત્ય ઘટના પર થી એક cartoonist એ બૂક લખી અને એ જ બૂક પર થી આ movie બન્યું . અમેરિકામાં લેટ 1960s માં અમુક ખૂન ના બનવો બન્યા હતા જે એક વ્યક્તિ કે જે પોતાને Zodiac તરીકે ઓળખાવે છે તેને કર્યા છે એવું એક મેગેઝીનને પત્ર દ્વારા જણાવે છે . હવે આ zodiac ખરેખર છે કોણ એની તપાસ માં પોલીસ ડીપાર્ટમેન્ટ લાગી પડે છે . જોડે જોડે એક cartoonist કે જેને ખરેખર એ કેસ જોડે કોઈ લેવાદેવા નથી એ પણ આતુરતાથી  પોતાની રીતે તપાસ કરે છે . પોલીસ ને એક માણસ પર શંકા જતા તપાસ કરે છે સબૂતો પણ  છે પણ કઈ પણ સાબિત થઇ નથી શકતું અને એ માણસ છૂટી જાય છે.બીજી બાજુ cartoonist પણ તપાસ ચલાવે  છે તેને બીજું એક નામ મળે છે ઊંડાણ માં તપાસ કરતા તે પણ પોલીસ ને જે માણસ પર શંકા હોય છે ત્યાં જ પહોચે છે , પણ ઘણા વર્ષો વીતી ગયા હોવાથી તે પણ કઈ સાબિત કરી શકે એમ નથી હોતો પણ એ દૃઢ પણે માનતો હોય છે એ જ એ વ્યક્તિ છે . બીજા ઘણા સંયોગિક પુરાવા મળે પણ છે પણ છેવટે કઈ સાબિત નથી થઇ શકતું .

 tumblr_lve7nvMFgh1qiy73to1_400
1969 નો આ કેસ આજે પણ unsolved છે અને હજી પણ file ખૂલ્લી છે ….
આ સમગ્ર ઘટના ક્રમને ખૂબ જ બારીકાઇ થી director ડેવિડ ફીન્ચર એ movie નું રૂપ આપ્યું છે અને માર્ક રુફાલો , જેક જીલેનહોલ તથા રોબર્ટ ડાવની જુનીઅર ની acting પણ જોરદાર છે . આ ચાર મોટ્ટા નામો માં થી જો તમે એકના પણ ફેન હોવ તો movie તમને જરૂર ગમશે . અને એક વાર તો આ ફિલ્મ જોઈજ લેજો ….!!
વધુ માહિતી માટે જુઓ : Zodiac

ઉત્તરાયણ નિમિત્તે

સૌ મિત્રો મન ભરીને આ ઉત્તરાયણ નું પર્વ માણજો પણ એનું પણ ધ્યાન રાખજો કે પક્ષીઓને ઈજા ના થાય . તો સૌ ને મારા તરફ થી HAPPY મક્કરસંક્રાંતિ. ને ઉત્તરાયણ નિમિત્તે મારી આ ત્રણ લાઈનો રજુ કરું છું :

જો પતંગબાજ હોય કમાલ ,

ફીરકી પકડનાર હોય બેમિસાલ ,

તો આકાશે મચી જાય ધમાલ .

Locked out of Heaven…

તારો પ્રતિસાદ પણ કેવો ,
ક્યારેક છે ઉષ્મા ભર્યો ઉમળકો ,
તો ક્યારેક વળી ઠંડોગાર ,
વિચારું છું હું વારંવાર ,
કે કેમ છે તારું વર્તન આવું ,
એટલું જ પૂછું છું કે,
સાથ આપીશ મારો તું ,
જીવનના દરેક પગલે ,
એક જ શબ્દ તો કહેવાનો છે તારે ,
બસ હા કે ના ,પણ ,
એક હરફ શુદ્ધા નીકળતો નથી તારો .
છે સંગાથ તારો તોય ,
મન મૂંઝવે કે નથી જવાબ સ્પષ્ટ તારો ,
ને એ વાતે ,
You make me feel like,
I’m Locked out of Heaven…

મારા વન ઓફ ધ ફેવરીટ સિંગર Bruno Mars ના સોંગ Locked out of Heaven પર થી પ્રેરિત પંક્તિઓ …

Toss

Moving-picture-hand-flipping-coin-gif-animation

જયારે તમે કોઈ બે બાબતો વચ્ચે અટવાઈ જાઓ ત્યારે toss કરો, એટલે નહિ કે એ પ્રોબ્લેમ સોલ્વ કરી દેશે પણ જયારે સિક્કો હવામાં હશે ત્યારે તમને ખરેખર શું જોઈએ છે એની તમને ખબર પડશે.