વિશ્વરૂપ : Hollywood class Indian Movie

Vishwaroop-Movie-Poster-Designs-2

Genere: Action – Crime -Thriller

Zordaar,Bhayankar Movie,Awesome Movie, Hollywood Class Indian Movie…

જેટલા વિશેષણ આપી વખાણ કરો એટલા ઓછા પડે . ખરેખર એક જોરદાર મૂવી  .

સ્ટોરી એકદમ મસ્ત ફ્લો માં પ્રવાહીની જેમ ચાલે , એક સીન માં થી બીજા સીન માં transformation એકદમ અદભૂત . શરૂઆત ની ક્લાસીકલ ડાન્સ સિક્વન્સ અને સોંગ એકદમ ચકાચક છે , કોરિયોગ્રાફી પંડિત બિરજુ મહારાજ ની છે અને સંગીત શંકર – એહસાન – લોય નું છે .  કમલ હાસન નું ડીરેક્શન અને એક્ટિંગ પણ કમાલ નું છે . રાહુલ બોઝ ની ઓમર કુરેશી તરીકેની એક્ટિંગ ને પણ દાદ આપવી પડે . સ્ટંટ અને એક્શન ડીરેક્ટરની નો પીઠ જેટલી થપથપાવો એટલી ઓછી પડે .લગભગ બધા ક્ષેત્રોમાં સર્વગુણ સંપન્ન અને કોઈ વધારાના ઘુસાડેલા સોન્ગ્સ નહિ જરૂર પૂરતા બેકગ્રાઉન્ડ સોન્ગ્સ જ અને જરુર પુરતું જ સ્માર્ટ હ્યુમર .તમને એક પલ માટે પણ વચ્ચે કંટાળો ના આવે અને તમારી જગ્યાએ ચોટાડી રાખે એવી ફિલ્મ .
vishwaroop-11
સ્ટોરી ચાલુ થાય છે નિરૂપમા થી કે જે પોતાની pyschiatrist ને પોતાના જીવનની વાત કરતી હોય છે કે તેના લગ્ન કેમ થયા અને તેનો પતિ કેવો છે , અને તેણે પોતાના પતિ પાછળ પ્રાઈવેટ ડીટેક્ટીવ કેમ લગાડ્યો છે . અને આ પ્રાઈવેટ ડીટેક્ટીવ થી જ સ્ટોરી નો ટ્વીસ્ટ આવે છે અને પછી તો જે મૂવી ચાલે છે એ બાકી ભૂક્કા બોલાવી દે …. અને છેલ્લે વિશ્વરૂપ 2 India coming soon ….
હવે પાર્ટ 2ની રાહ જોવાઈ રહી છે …..
હવે બીજું તો શું કહું ને શું ના કહું એ ખબર પડતી નથી , પણ જેટલી વાર જોવાય અને જયારે જોવાય ત્યારે જોઈ લેજો ….
વધુ માહિતી માટે : Vishwaroop
Advertisements

સરદારજીની હેર(તજનક) કટિંગ સલૂન !

કોલકાતાથી છન્નાસિંહ દિલ્હી જતી ટ્રેનમાં ચડ્યા . ટ્રેન ઉપાડતા વેંત તેમણે છુટકારાનો દમ ખેંચ્યો , કારણકે તેમને કોલકાતા માં જરાય ગમ્યું ન હતું અને ત્યાના બંગાળી લોકો પણ ગમ્યા ન હતા . છન્નાસિંહ ને ખાસતો ગુસ્સો એ વાતનો આવેલો કે બંગાળી લોકો હાલતા ને ચાલતા નેતાજી સુભાષચંદ્ર બોઝ ને યાદ કરતા હતા . જાણે છન્નાસિંહના પંજાબમાં તો આઝાદીના લડવૈયા પાક્યા જ નહોતા !

ટ્રેનમાં છન્નાસિંહ સામે તેમના જેવા જ દાઢીવાળા એક બંગાળીબાબુ પુસ્તક વાંચતા બેઠા હતા . છન્નાસિંહ જોયું તો એ પુસ્તક નેતાજી વિષે જ હતું ! હવે તો હદ થઇ . છન્નાસિંહ નો પિત્તો ગયો . દાઢી પર હાથ ફેરવાયા કરતા બંગાળીબાબુ ને તેમણે કહ્યું : “તમે લોકો સમજો છો શું ? નેતાજી સિવાય બીજી કોઈ વાત જ કરતા નથી ! તમારા બંગાળમાં જ સ્વાતંત્ર્ય વીરો પાક્યા છે ? બીજે ક્યાંય નહિ ?”

” એવું નથી ” બંગાળી એ કહ્યું . ” પણ અમારા રાજ્ય નો નંબર પહેલો આવે ,કેમ કે ઘણાખરા ક્રાંતિકારીઓ બંગાળના હતા .”

“ખોટી વાત !” છન્નાસિંહ એ ઘાંટો પાડ્યો .”સૌથી વધુ ક્રાંતિકારીઓ પંજાબ ના હતા .”

“એક કામ કરીએ . હું બંગાળના ક્રાંતિવીરો ગણાવું અને તમે પંજાબના ગણાવો .” દાઢીવાળા બંગાળીબાબુ એ કહ્યું .”જોઈએ કોણ વધુ નામ ગણાવે છે .”

” મંજૂર !” છ્ન્નાસિંહ બોલ્યા . “તમે કોઈ એક બંગાળી લડવૈયાનું નામ બોલો , એટલે તે સાથે મારી દાઢીમાનો એક વાળ ખેંચી કાઢવાની તમને છૂટ ! એ જ રીતે દરેક પંજાબી અમર શહીદનું નામ ગણાવ્યા પછી હું પણ તમારી દાઢીનો એક વાળ તોડીશ !”

“ખૂદીરામ બોઝ !” કહીને બંગાળીએ છન્નાસિંહ ની દાઢી તરફ હાથ લંબાયો અને સટાક કરીને એક વાળ ખેંચી કાઢ્યો . છન્નાસિંહની બબળતરા નો પાર ન રહ્યો .

“શહીદ ભગતસિંહ !” કહીને તેમણે તરત બંગલીબાબુ ની દાઢીનો એક વાળ જોરથી ખેંચી તોડીને લીધો .

“ચિત્તરંજન દાસ !” એમ કહીને બંગાળીબાબુએ પણ છ્ન્નાસિંહની દાઢીનો વધુ એક વાળ ઉખેડી નાખ્યો .

“લાલા લાજપતરાય !” છન્નાસિંહએ વળી બીજું નામ આપ્યું .

“અરવિંદ ઘોષ !” બંગાળીબાબુ એ વળતો જવાબ દીધો અને ફરી છ્ન્નાસિંહની દાઢીનો એક વાળ ઓછો કરી નાખ્યો .

આ રીતે વીસ મિનીટ સુધી ચાલ્યું . બંગાળીબાબુ તો એક પછી એક અમર શહીદ નું નામ અપાતા જ ગયા , પરંતુ છ્ન્નાસિંહ ને પંજાબી ક્રાંતિકારીઓના વધારે નામો સુઝતા ન હતા . આથી તેમની દાઢી સાવ પાંખી થવા લાગી , જયારે બંગાળીબાબુની દાઢીના વાળ હવે તેઓ ચૂંટી શકતા ન હતા .

છન્નાસિંહ મૂંઝાયા . દાઢીનો લગભગ દરેક વાળ જડમૂળ સહીત નીકળતો હતો , એટલે તેમને સખત પીડા અને બળતરા થતી હતી . મગજ પણ તપી ગયું હતું . છેવટે તેમણે મોટા અવાજે બૂમ પાડી : ” જલિયાંવાલા બાગ !”

–અને પછી તરત બંને હાથ લાંબા કરીને બંગાળીબાબુની આખી દાઢી જ તેમણે જડમૂળથી ખેંચી કાઢી !

અને જતા જતા :
Fast & Furious 6 Extended version

Ted : નાના છોકરાને કદીયે ના અપાય એવું Teddy Bear અને ના દેખાડાય એવું મૂવી

ted-movie-poster-seth-mark-wahlberg__120630072851

Genere: Comedy – Fantasy

અહી એક એવા છોકરા જોહનની વાત છે કે જેને કોઈ જ મિત્રો નથી , એટલે ક્રિસમસ પર મળેલા teddy bear ને જ પોતાનો જ દોસ્ત માને છે . એક રાત્રે એવી wish કરે છે કે જો આ teddy માં જીવ હોત તો કેટલું સારું હોત અને ચમત્કાર …… બીજા દિવસે સવારે Teddy જીવતું જાગતું Ted બની જાય છે . એ ted એક સેલીબ્રિટી બની જાય છે કેમકે એવું કોઈએ પેહલા ન તો જોયું હતું અને ના તો જોવા મળશે

 tumblr_m6wvnlyryd1rqbmgpo1_500
વર્ષો વીતે છે બંને જોડે મોટા થાય છે , પણ હવે ted માસૂમ નથી એ હૂક્કા પીવે છે , ડ્રગ્સ લે છે ,આલ્કોહોલ નું સેવન કરે છે . પછી આવે છે જોહન ( માર્ક વોહ્લ્બર્ગ ) ની ગર્લફ્રેન્ડ( મિલા કૂનીસ ) જેને ted (અવાજ : સેઠ મેક્ફાર્લેન ) પસંદ નથી એટલે પછી ચાલુ થાય છે મોંકાણ ( હવે આગળ ની સ્ટોરી માટે મૂવી જોઈ લેજો …!!)
સેઠ મેક્ફાર્લેન એ Dexter’s Lab , Johnny Bravo , Family Guy , American Dad વગેરે જેવી હીટ ટેલીવિઝન અનીમેશન સીરીઝનો ક્રિએટર છે એટલે બીજું કઈ કેહવાની જરૂર નથી , અને એ 2013ના ઓસ્કાર અવોર્ડસ પણ હોસ્ટ કરવાના છે . અને ખરેખર ted નો અવાજ સેઠ સિવાય બીજું કોઈ આપે તો suit ના જ થાય એવું મને તો લાગે છે , અને એક વાર જોવાય એવું તો છે જ .
વધુ માહિતી માટે : Ted
જતા જતા :
Fast & Furious 6 First look (Superbowl Spot)