Madras Cafe : Exceptional Awesome Movie with harsh Reality

Madras-Cafe-Poster-Official-Trailor-Review-Cast-Crew

Genere : Acton – Political Thriller – Fictional Reality

એકદમ સિધી રીતે કહું તો જેમને ફક્ત entertaining movies જોવા નો શોખ હોય તો તેમણે અહીંથી જ અટકી જવું અને movie જોવાની પણ જેહમત ઉઠાવવી નહી  .

આ movie ફક્ત જેમને ખરેખર કોન્સ્પીરસીઝ માં રસ હોય અને Drama સહન કરી શકતા હોય તેમના માટે જ છે .

આ Movie આમ તો ફિકશનલ છે પણ રીઆલીટી જોડે સંકળાયેલું છે . Hollywood ના Transformers : Dark of the Moon , X men first class વગેરે મૂવીઝ ની કક્ષામાં મૂકી શકાય કે જેમાં કોઈક ઐતિહાસિક ઘટનાને ફિક્શન જોડે સાંકળી લેવામાં આવી હોય .

મદ્રાસ કાફે માં ભારતના ભૂતપૂર્વ પ્રધાન મંત્રી રાજીવ ગાંધીની હત્યા કેમ થઇ , કઈ રીતે થઇ અને કયા સંજોગોમાં થઇ એ આવરી લેવા માં આવ્યું છે . આ ઘટના તથા શ્રીલંકા માં ચાલેલું તમિલો તથા ત્યાના નિવાસીઓ વચ્ચેનું સિવિલ વોર ઊંડાણ પૂર્વક આવરી લેવામાં આવ્યા છે .

સુજીત સરકાર ને આવા મુદ્દા પર ફિલ્મ બનવા માટે ખૂબ ખૂબ અભિનંદન આપવા પડે . જ્હોન અબ્રાહમ RAW ના એજન્ટ તરીકે બજાવેલી ભૂમિકા દાદ ને પાત્ર છે . મૂવી માં વળી એકપણ ગીત નહિ એ મારા જેવા માટે તો મોટો પ્લસ પોઈન્ટ છે . ફિલ્મ નો background score પણ રૂંવાડા ઉભા કરી દે તેવો છે . સત્યાર્થતા નું નિરૂપણ કરવા ઘણા બધા dialogues તમિલ તથા અંગ્રેજી માં છે પણ હિન્દીમાં subtitles આપેલા છે એટલે ચિંતા કરવી નહિ .

ચેન્નાઈ એક્ષ્પ્રેસ્સ કરતાતો હજાર ગણી સારી પણ ભારતીય સિનેમા ના દર્શકો હજી એટલા મેચ્યોર નથી એની સાબિતી એ ચેન્નાઈ એક્ષ્પ્રેસ્સ, એક થા ટાઇગર તથા દબંગ જેવી ફિલ્મો 100 કરોડ પાર કરી જાય એ જ છે .

બીજી બધી વાત જવા દો અને આ રજાઓમાં કયું મૂવી જોવું એવી ચિંતા કર્યા વગર કોઈ પણ કન્ફયુઝન વગર આ જ મૂવી જોવા જજો . બાકીની વધુ માહિતી માટે જુઓ : મદ્રાસ કાફે