24 : USA vs India

250px-24-Logo.svg

ગઈ કાલે જ ભારતની પહેલી સીઝન વાળી ટીવી સીરીઝ 24 ની પ્રથમ સીઝન સમાપ્ત થઇ , અને યાર what a season finale …!! એટલે હવે અનીલ કપૂરની 24 જે USA ની original ટીવી સીરીઝ પરથી બની એ 24 , એમ બંને વિષે લખવા માટે જઈ રહ્યો છું , there will be some spoilers ,તો જેમણે બંને માંથી એક પણ સીરીઝ ના જોઈ હોય અને જોવાના હોવ તો પછી કહેતા નહી પહેલા કીધું નહતું …!!

  • 24 USA :

24-tv-show

Los Angelas ના Counter-Terrorist Unit નો હેડ Jack Bauer (Kiefer Sutherland) એ દરેક સીઝન માં જુદા જુદા આતંકી હમલા ને નિષ્ક્રિય કરવા માટે સમય સાથે રેસ લગાવે છે , કોઈક વાર Jack તો કોઈક વાર સમય આ રેસ માં આગળ પાછળ થયા કરે છે અને છેવટે દરેક સીઝનના અંતમાં તે સફળ તો થાય છે પરંતુ દરેક વખતે દેશનું હિત જાળવવા માટે તેણે પોતે કાયદાની બહાર જઈને કામ કરવું પડે છે અને તેથી તે દરેક વખતે એકલો ઝઝૂમે છે, કોઈક વાર તેના કોઈક સાથીદારોની મદદ મળી રહે તો કોઈક વાર એ સાથીદારો જ તેના દુશ્મન બને છે ,અને અંતમાં તેણે ખૂબ મોટા મોટા બલિદાન આપવા પડે છે . દરેક વખતે વાર્તા નો અંત ખાધું પીધું ને મોજ કર્યું તેવું ના હોય ,તેવી વાસ્તવિકતાના દર્શન આ ટીવી સીરીઝ દ્વારા થાય છે .

ટોટલ 8 સીઝન્સમાં આવેલી આ ટીવી સીરીઝ 2001 થી 2010 સુધી ચાલી , અને હવે ફક્ત એક સીઝન માટે 2014 માં તે come back કરી રહી છે : 24 : Live Another Day .

વળી , છેલ્લી એટલે કે 8મી સીઝન માં Anil Kapoor એ મિડલ ઇસ્ટર્ન ના કાલ્પનિક દેશ ઇસ્લામિક રિપબ્લિક ઓફ કામીસ્તાન ના રાષ્ટ્રપતિ Omar Hassan નો રોલ કર્યો હતો , જે અમેરિકામાં તેના દેશમાં શાંતિ લાવવા માટે અણુ સંધી કરવા માટે આવ્યો હોય છે અને તેના વિરોધીઓ તે આ સંધી ન કરી શકે તે માટે તેનું ખૂન કરવા માંગતા હોય છે  . અને ઘણા બધા પ્રયત્નો પણ થાય છે પણ ગમે તે રીતે Jack તેને બચવી લેવામાં સફળ થાય છે પણ છેવટે તો ના થવાનું થાય છે અને હિતશત્રુઓ  ઓમરનું  ખૂન કરી ને જ જંપે છે . આ બધું થાય છે ત્યાં સુધી સીઝનનાં ફક્ત 15 જ એપિસોડ્સ આવ્યા હતા એટલે પછી આગળ શું થાય છે એ જાણવું હોય તો સીરીઝ જોઈ લેવી (or you can read wikipedia for that – time saving , you know 😛 )…!!

  • 24 India :

24-India-Poster

પહેલી સીઝનમાં કંઈક આ પ્રમાણે રહ્યું , Mumbai ના Anti-Terrorist Unit નો હેડ Jai Singh Rathord (Anil Kapoor) છે ,તેના માથે દેશના ભાવી યુવા પ્રધાનમંત્રી Aditya Singhania ને બચાવાવની જવાબદારી છે. સમગ્ર સીઝનની સ્ટોરી 23 એપિસોડ સુધી લગભગ ઓરીજીનલ 24 ની સીઝન 1 ની સ્ટોરીની જેમ જ ચાલે છે , પણ Kiefer Sutherland ની 24 માં છેલ્લે સીઝન ફિનાલે માં Nina Myers (જેના આધારે Mandira Bedi નો રોલ લખાયો છે તે character) જ આતંકીઓ જોડે મળેલી હોય છે અને છેવટે તેનું રહસ્ય છતું થઇ જતા તે Jack ની પત્નીનું ખૂન કરી ને ભાગી જવા પ્રયત્ન કરે છે પણ છેવટે Jack તેને પકડી લે છે અને દિલ પર પથ્થર રાખીને બદલો લેવાનું temptetion જતું કરી તેને ઓથોરીટીના હવાલે કરે છે : જયારે Anil Kapoor ના 24 માં ફિનાલે માં Aditya ની બહેન જ આતંકીઓ જોડે મળેલી નીકળે છે જેને Jai છેવટે પકડી લે છે , પરંતુ તેના નસીબમાં ખુશી છે જ નહિ , તેની હોસ્પીટલમાં દાખલ થયેલી પત્નીનું મૃત્યુ થાય છે અને તે સમયે Jai પોતાના પરિવાર સાથે રહી શકતો નથી .

આમ તો મેં ઓરીજીનલ સીરીઝ જોયેલી હતી એટલે દરેક એપિસોડ માં શું થશે તેની મને પહેલીથી ખબર હતી , પણ સ્ટોરી નું લેખન અને ડીરેક્શન એવી રીતે થયું છે કે હું પહેલીવાર જ જોતો હોઉં  એવો થ્રિલ અને સસ્પેન્સ નો અનુભવ થતો હતો . ફિનાલે તો એકદમ અલગ જ સ્ટોરી લાઈન વાળો હતો, and that was a shocker for me . આ માટે Hats off to Anil Kapoor and his team .

બંને સીરીઝમાં ઘણી સમાનતા તથા વિવિધતા છે , અનીલ કપૂર &  ટીમ આ સીરીઝ ઓરીજિનલ સીરીઝ જેટલી જ સારી બનાવવા પ્રયત્ન કર્યો છે અને તેમાં મહદ અંશે સફળતા પ્રાપ્ત કરી છે  . એક વાત અમુક લોકો જાણતા નહિ હોય , અનીલ કપૂરે એક ઈન્ટરવ્યું માં જણાવ્યું હતું કે તેને 24 ની ભારતીય આવૃત્તિ બનાવવના હક્કો એ શરતે જ અપાયા હતા કે તે પોતે જ મુખ્ય ભૂમિકા ભજવે. અનીલ કપૂરે પણ વિચાર્યું કે let’s give it a shot , અને પછી જે થયું એ આપણી સામે જ છે ….

આનંદના સમાચાર એ છે કે, Anil Kapoor holds the rights of the 192 episodes for a period of four years extendable to another ten . So, I’m waiting for season 2 now. And on the personal note, Indian TV needs to be change like this , no more years long never ending emotional drama crap tv shows.

અને જતા જતા trailer of 22 Jump Street :

Advertisements

गुजराती से पंगा नही लेने का…!!

ट्रेन में गुजराती,
मारवाड़ी और सिन्धी में चर्चा हुवी सबसे ज्यादा रईस कौन है?

तीनो का ही जवाब था “मैं” ,
पास ही में बैठा पंजाबी बोला साबित करके बताओ की तुम में से सबसे ज्यादा रईस कौन है?

मारवाड़ी ने जेब से 500 का नोट निकाला और उसकी सिगरेट बना कर माचिस जलाई और पीने लगा.
सिन्धी को इसमें अपनी तौहीन नज़र आई उसने जेब से 1000 का नोट निकाला सिगरेट बनाई और जला कर उसे पीने लगा बोला”वडी हमसे बड़ा रईस कौन हो सकता है इण्डिया में”
पंजाबी  गुजराती ,की तरफ देखने लगा.

गुजराती  ने ब्रीफकेस खोला चेकबुक निकाली और एक चेक भरा 5 लाख रुपये, उस चेक की सिगरेट बनाई और माचिस जला कर उसे पीने लगा बोला
“भाया सबसे बड़ा रईस वो जो बिना नुक्सान किये मज़े लेवे

शिक्षा : सब कुछ करने का लेकिन  गुजराती से पंगा नही लेने का…!!

સૌજન્ય : whatsapp માં આવેલ એક મિત્રનો message

હિન્દી સિનેમામાં Copycats/Official Remakes

ભલે બધા ના માને અને એટલું બધું છે પણ નહિ છતાં પણ Bollywood એટલે Hollywood ની કોપી કેટ એવો ચીલો પડી ગયો છે , અને ઘણા બધા મૂવીઝ બેઠ્ઠી ઝે રોક્ષ , ઘણા થોડી ઘણી નકલ તો ઘણા માં ખાલી મસાલો ભભરાવ્યો હોય એવી છાંટ જોવા મળે છે . તો અહી રજુ કરું છું એવી કેટલીક ફિલ્મો નું સરવય્યું . બહુ detail માં પડતો નથી પણ ઉપર ઉપર થી માત્ર પ્લોટ ની માહિતી લખી ને રજુ કરું છું અને કોઈ માં તમને એવું લાગે , કે ના આવું તો નથી તો comment માં feedback આપવાની છૂટ છે .

પ્રકાશ ઝા એ એવું કીધું હતું કે મને આ ફિલ્મ ની પ્રેરણા મહાભારત ના પાત્રો પરથી મળી હતી , આવું બીજું કોણે આવું કીધું હતું યાદ આવ્યું ?? યાદ નાં આવ્યું હોય તો કઈ નહિ હું યાદ કરાવું , The Godfather ( જેના પરથી જ એ જ શીર્ષક વાળું મૂવી બન્યું )ના લેખક Mario Puzo એ કહ્યું હતું કે મારી આ નવલકથા આમતો અમુક સત્ય ઘટના તથા પાત્રો પર આધારિત છે પણ એ સમગ્ર વાર્તા અને પાત્રો નું આલેખન કરવાની પ્રેરણા મહાભારત માંથી મળી છે .આનાથી વધારે કેહવાની કઈ જરૂર ખરી ?!

Plots :

Godfather_ver1

The Godfather : એક માફિયા પરિવાર નો સૌથી નાનો સંતાન કે જેને ખરેખર પોતાના “ફેમીલી બીઝનેસ” માં રસ જ નથી એ તેના પિતાની હત્યાનો પ્રયાસ થતા પોતે બદલો લેવા તત્પર બને અને પછી છેવટે એ જ ડોન બની જાય .

Ranbir_Kapoor_snapshot_-_Rajneeti

Raajneeti : એક પોલીટીકલ પરિવારનો સૌથી નાનો સંતાન જેને પોલીટીક્સ જોડે દૂર દૂર સુધી લેવા દેવા નથી એ જ સંતાન તેના પિતા ની હત્યા થતા શરૂઆત બદલો લેવા કરે અને પછી એ જ મુખ્ય નાયક બની જાય .

શેક્સપીઅર ના નાટક Twelfth Night પર આધારીત ફિલ્મ She’s the man કઈ ઉકાળી શકી ન હતી તો ય વળી આની રિમેક બનાવાનો વિચાર કેમ આયો હશે એ વિચારીને મને નવાઇ લાગે છે ! જોકે ફિલ્મ સંપૂર્ણ પણે તેના પર આધારિત ન હતી પરંતુ તેનાં મુખ્ય આઈડિયાની ઉઠાંતરી કરવામાં આવી હતી .

Plots :

She's_the_man_poster

She’s the Man : જયારે તેનો ભાઈ થોડા સમય લંડન જાય છે ત્યારે તે પોતે જ તેના ભાઈના વેશમાં ફૂટબોલ ટીમમાં પ્રવેશી જાય છે .

800px-Dilbolehadippa!

Dil Bole Hadippa! : એક પંજાબી છોકરી ક્રિકેટ રમવા માટે થઈને તેના નકલી ભાઈ ના સ્વરૂપે ક્રિકેટ ટીમમાં પ્રવેશ મેળવે છે + bollywood મસાલા !

Quentin Tarantino નું મૂવી હોય એટલે કઈ કહેવાનું બાકી રહે નહિ અને જો બોલીવુડ વાળા કોઈ ઠીક/બકવાસ ફિલ્મની કોપી કરવામાં પાછળ ના રહેતા હોય Reservoir Dogs જેવી ક્લાસિક ફિલ્મ ની કોપી ના કરે એવું તો બને જ નહિ ને ! અને વળી જેની આખી દૂનિયા ઘણી નકલો બની હોય એ ફિલ્મ તો કેવી રીતે બાકી રહે ?! અને Reservoir Dogs ની હિન્દી કોપી એટલે Kaante . વળી Kaante માં The Usual Suspects અને Heat ની પણ છાંટ જોવા મળે છે . જોકે Tarantino ના કહેવા મુજબ Kaante એ Reservoir Dogs ની બનેલી બધી નકલો માંથી તેમની ફેવરીટ નકલ છે !

Plots :

Reservoir_dogs_ver1

Reservoir Dogs : જયારે એક સાદી જ્વેલરી heist એકદમ ખરાબ જાય છે ત્યારે બચી ગયેલા ટીમના સભ્યો ને એવી શંક જાય છે કે તેમના માંથી કોઈ અંડરકવર પોલીસ છે .

428px-Kaante_Official_Poster

Kaante : છ સભ્યોની એક ટીમ જયારે એક બેંક લૂંટવા નો પ્લાન બનાવે છે એ દરમિયાન જ તેમને ખબર પડે છે કે તેમના માંથી કોઈ એક અંડરકવર પોલીસ છે .

આમ જોવા જાઓ તો આ બંને મૂવીઝ વચ્ચે કોઈ દેખીતી સમાનતા જોવા ના મળે , પણ જો ધ્યાન જુઓ તો ખબર પડે કે સ્ટોરી લાઈન અને પાત્રો એ Snatch. મૂવી માંથી પ્રેરિત છે . વિવેક ઓબેરોઈ નું પાત્ર એ Jason Statham અને સન્ની દેઓલ નું પાત્ર એ Brad Pitt ના પાત્ર પર આધારિત છે અને as usual આપણો bollywood નો મસાલો કેમ ભૂલી શકાય ? જોકે IMDb top 250 માં સ્થાન ધરાવતી આ ફિલ્મ ની bollywood રિમેક એકદમ બકવાસ ….

Plots :

snatch_1

Snatch. : બહુબધા લોકો એક હીરા ને મેળવવા માટે મથામણ કરી રહ્યા છે .

Fool_N_Final_(2007)

Fool N Final : બહુબધા લોકો એક હીરા ને મેળવવા માટે મથામણ કરી રહ્યા છે .

Bunty Aur Babli એક હળવું મૂવી હતું જયારે Bonnie and Clyde એ એક સીરીઅસ ક્રાઇમ ડ્રામા છે અને તેના અંત માં (spoiler alert) હીરો અને હિરોઈન બંને મૃત્યુ પામે છે જયારે આપણા વાળામાં તો છેલ્લે ખાધું પીધુ ને રાજ કર્યુ….

Plots :

Bonnie_and_Clyde

Bonnie and Clyde : એક બીજાના પ્રેમ માં પડેલુ યુગલ જેમનુ કામ જ બેંક લૂંટવાનુ છે .

B_aur_bun11111tri

Bunty Aur Babli : એક છોકરો અને એક છોકરી ઉત્તર પ્રદેશ ની યાત્રા પર નીકળે છે અને લોકોને છેતરતા છેતરતા , એક બીજાના પ્રેમમાં પડી જાય છે .

We are Family એ Stepmom ની કરન જોહર દ્વારા બનાવામાં આવેલી official remake છે , જોકે સ્ટોરી માં થોડો change છે પણ આ મૂવી ઓરીજનલ મૂવીની કક્ષા એ પહોચી શકે એટલું સક્ષમ નહતું અને છતાં ભારતીય પરિપ્રેક્ષ માં એકદમ સારી રીતે રજુ થયેલું મૂવી કહી શકાય.

Plots :

Stepmom[1]

Stepmom : મરણ પથારીમાં પડેલી એક સ્ત્રીએ , તેના ભૂતપૂર્વ પતિની જિંદગીમાં આવેલી સ્ત્રીનો સ્વીકાર કરવો પડે છે , જે તેના બાળકો માટે Stepmom બનવાની છે .

Wearefamily[1]

We are family : એ જ plot પણ થોડી વિસ્તૃત રીતે અને થોડો હટકે .

બેઠ્ઠી ઝેરોક્ષ કોપી .

Plots :

Death-at-a-funeral-poster

Death at a Funeral : એક વ્યક્તિની મૃત્યુ સભામાં થયેલા chaos ની સ્ટોરી , જયારે એક વ્યક્તિ મૃત્યુ પામેલ વ્યક્તિ વિશેનું એક સિક્રેટ બહાર પાડવા પ્રયત્ન કરે છે .

414px-Daddycool-2009-3b-1_1230036430

Daddy Cool : એક વ્યક્તિની મૃત્યુ સભામાં થયેલા chaos ની સ્ટોરી , જયારે એક વ્યક્તિ મૃત્યુ પામેલ વ્યક્તિ વિશેનું એક સિક્રેટ બહાર પાડવા પ્રયત્ન કરે છે .

Dhamaal આમ તો It’s a Mad, Mad, Mad, Mad World ની official remake છે પણ બેઝીક આઈડિયા જ મુખ્ય છે .આ સિવાય Dhamaal માં બીજા ઘણા બધા મૂવીમાંથી ઉઠામણી કરવામાં આવી છે જેમકે Road Trip, Bean – The Movie, Mr. Bean, Rat Race, Dude, Where’s My Car? (આ મૂવી પરથી પાછું Mere Dad Ki Maruti મૂવી પણ બની ગયું !) અને Johnny English વગેરે મૂવીઝ માંથી અમુક અમુક પાર્ટ્સ બેઠા કોપી કરવામાં આવ્યા છે .

Plots :

Madworldposter

It’s a Mad, Mad, Mad, Mad World : એક મરતા માણસના અંતિમ શબ્દો સાંભળીને ખજાનો શોધવા માટેની દોડા-દોડ .

Dhamaal_2007

Dhamaal : ચાર મિત્રો તથા એક પોલીસ ઓફીસર એક મરતા માણસના અંતિમ શબ્દો સાંભળીને ખજાનો શોધવા માટે એક બીજા સાથે રેસમાં ઉતરે છે, ત્યારે સર્જાયેલા પ્રસંગો .

Qayamat: City Under Threat એ The Rock ની ખરાબ ભારતીય આવૃત્તિ છે . The Rock માં પ્રથમ James Bond એવા Sean Connery અને Nicolas Cage ના characters પોતપોતાની રીતે એકદમ વ્યવસ્થિત રીતે ભજવેલા લાગે છે જયારે કયામતમાં તો ઓવર એક્ટિંગનો તો પાર છે જ નહિ . અજય દેવગણ એ શોન કોનેરી ને સમકક્ષ ના પહોચી શક્યો . જે પાત્ર એક મેચ્યોર વ્યક્તિ માટે આલેખાયું છે તે , તે સમયે યંગ અજય દેવગણ ક્યાંથી ભજવી શકવાનો હતો ?

Plots :

The_Rock_(movie)

The Rock : એક ટાપુ પર આવેલી જેઈલ કે જેના પર એક rogue મિલેટરી ટીમે કબજો જમાવ્યો છે અને જો પોતાની માંગણીઓ પૂર્ણ ના થાય, તો nerve ગેસ વડે હમલો કરવાની ધમકી આપી છે. આ ટીમની સામેનાં counter attackનું નેતૃત્વ એક બિન અનુભવી કેમિસ્ટ અને એક ex-con એ લેવાનું છે .

Qayamat

Qayamat: City Under Threat : દરિયાની વચ્ચે ટાપુ પર આવેલી જેઈલ પર પાકિસ્તાની આતંકવાદીઓએ કબજો જમાવ્યો છે અને જો પોતાની માંગણીઓ પૂર્ણ ના થાય nerve ગેસ વડે હમલો કરવાની ધમકી આપી છે. તેમને મારવા માટે એક ક્રિમીનલ ની મદદ લેવાની છે .

Players એ The Italian Job ની official remake છે , અબ્બાસ – મસ્તાન ની આ ફિલ્મ માં જોકે રેસ જેટલી મઝા આવે એવું નથી . વળી Players એ The Italian Job જોયું હોય તેમની બેઈજ્જતી કરવા માગતા હોય તે રીતે બનાવવામાં આવ્યું છે . The Italian Job પોતે જ વળી એ જ નામ (The Italian Job) વાળા બ્રિટીશ મૂવીની remake છે જેમાં મુખ્ય ભૂમિકા Michael Caine એ ભજવી છે . તો Players એ રીમેક ની રીમેક થઇ !

Plots :

Italianjob

The Italian Job : જયારે તેમના જ એક સાથી દ્વારા દગો થયા પછી અને Italy માં તેમને મારવા માટે છોડી દેવામાં આવે છે , ત્યારે બચી ગયેલા સભ્યોનો લીડર Charlie તેમના એ ભૂતપૂર્વ સાથી સાથે બદલો લેવા માટે એક elaborate પ્લાન બનાવે છે .

Players_Official

Players : જુદા જુદા ક્ષેત્રમાં નિષ્ણાત વ્યક્તિઓની ટીમ સોના ની ચોરી કરવાનો પ્લાન બનાવે છે , પ્લાન સફળ થયા પછી તેમનો જ એક સાથી દગો કરે છે અને બધું સોનું લઈને તેમને મરવા છોડી દઈ ભાગી જાય છે , હવે બચી ગયેલી ટીમ નું એક જ લક્ષ્ય છે એ દગાખોર ને બરબાદ કરી દેવો .

આ સાથે આ લીસ્ટ અહી પૂરું કરું છું . આમ તો લીસ્ટ ખૂબ લાંબુ  છે પણ બ્લોગ માટે આટલું પૂરતું હોય એમ મને લાગે છે . છેલ્લે એટલું જ કહીશ કે , A copy should be an intelligent one !

અને જતા જતા વર્ષ 2013 નું YouTube rewind :

ભારતીય સુપરહીરોઝ

ગયા અઠવાડિયે Marvel Cinematic Universe ના સુપર હીરોઝ પર લખ્યું હતું એટલે પછી વિચાર આવ્યો કે આ વખતે આપના પોતાના ભારતીય સુપરહીરોઝ પર લખું . આમ તો list બનાવા જાઉં તો ઘણું લાંબુ બને છે કેમકે comics માં ઘણા બધા સુપરહીરોઝ તથા હીરોઈન છે check કરવું હોય તો અહી ક્લિક કરો : Indian Super-Heroes .

પણ હું તો જેને આપણે સૌ જાણીએ છીએ તેવા cinema તથા ટેલીવિઝન ની દુનિયાના સુપરહીરોઝ વિષે લખવા માંગું છું . અને તેનું લીસ્ટ પ્રમાણ માં ટૂંકું છે . તો ચાલો જોઈએ આપના જાણીતા ભારતીય સુપરહીરોઝ .

Shahenshah :

Shahenshah

શરૂઆત કરવા માટે સદીના મહાનાયકથી સારી choice કઈ હોઈ શકે . 1988 માં આવેલી આ ટીનું આનંદની ફિલ્મમાં આમ તો વિજય ( Amitabh Bachchan ) પાસે ખરા અર્થ માં કોઈ સુપર પાવર હતા નહિ , પણ જયારે તેના પિતા ઇન્સ્પેકટર શ્રીવાસ્તવને ( Kader Khan ) JK ( Amrish Puri ) ભ્રષ્ટાચાર ના ખોટા આરોપમાં ફસાવી દે છે ત્યારે ઇન્સ્પેકટર શ્રીવાસ્તવ આ આરોપ ખોટો સાબિત ન કરી શકતા છેવટે આપઘાત કરી લે છે જેની વિજય ના માનસ પર ઊંડી અસર પડે છે અને એ આ સમાજના દુષણો નો સામનો કરવા માટે મક્કમ બને છે . મોટો થઈને તે પણ તેના પિતા ની માફક ઇન્સ્પેકટર બને છે પણ આ તેનો alter ego છે ,જેમાં એ એક ભ્રષ્ટાચારી ઇન્સ્પેકટર છે જે રૂપિયા લઈને કેસ દબાવી દે અથવા કોઈ પગલા ના ભરે પણ રાત્રે પોતે જ ” શાનેશાહ ” બની એ જ કેસ નું નિરાકરણ લાવી દે . અને પછી આગળ શું થાય એ તો બધાને ખબર જ છે …!!

આ રીતે શહેનશાહ ને ભારતનો સુપરહીરો ગણી શકાય . વળી ફિલ્મ નું ટાઈટલ સોંગ ” અંધેરી રાતો મેં સુમસામ રાહો પે … ” એકદમ મસ્ત , background music પણ ચકાચક અને ડાઈલોગ્સ તો કોણ ભૂલી શકે ” રીશ્તેમે તો હમ તુમ્હારે બાપ લગતે હૈ નામ હૈ ‘શહેનશાહ’… ” આ ડાઈલોગ જેટલી વાર આવે એટલી વાર ફિલ્મ ના પૈસા વસૂલ …!!

Mr. India :

mr.india

1987 ની શેખર કપૂરની આ ફિલ્મ ભારતમાં sci – fi જોનર ની બેસ્ટ ફિલ્મોમાંની એક છે . આ ફિલ્મમાં પણ મુખ્ય પાત્ર અરુણ વર્મા ( Anil Kapoor ) પાસે કોઈ સુપર પાવર નથી પણ તેના હાથમાં એક એવી device આવી જાય છે કે જે દેખાવે તો સામાન્ય ઘડિયાળ જેવી પણ તેને પહેરીને જો એક્ટીવેટ કરવામાં આવે તો તે પહેરનાર માણસ અદ્રશ્ય થઇ જાય છે અને ફક્ત લાલ પ્રકાશમાં જ તેને જોઈ શકાય છે . પછી આગળ શું થયું એતો તમે જાણો જ છો …

Mogambo-Amrish-Puri3

પણ આ ફિલ્મથી વિલનની એક નવી પરિભાષા આવી તેમ કહી શકાય . અમરીશ પૂરીનું iconic મોગેમ્બો નું પાત્ર અને તેના સંવાદો તથા કેચ ફ્રેઝીસ અને બધાનો personal favourite ” મોગેમ્બો ખૂશ હુઆ “… ગમે ત્યાં આ ડાઈલોગ સંભાળીને આપના મન માં મોગેમ્બોનું પાત્ર જીવંત થઇ જાય .

Shaktimaan :

shaktimaan_front1

આમ જોવા જઈએ તો ભારતીય પૃષ્ઠ ભૂમિમાં આ Super Man નું એક classic adoption જ છે , પણ જે છે એ જોરદાર છે ! 1997 થી 2005 સુધી એમ લગભગ 8 વર્ષ ચાલેલી આ સીરીઅલ એટલે 80s અને 90s ના બાળકો ની ફેવરીટ સીરીઅલ . મને હજી પણ યાદ છે 12 વાગવા એટલે બધા જે રમતા હોય એ પડતું મુકીને TV આગાળ ગોઠવાઈ જતા .

શક્તીમાન ( Mukesh Khanna ) આમ તો એક સામાન્ય માણસ જ હતો પણ એકદમ કઠોર યોગ સાધનાથી તેને આ શક્તિઓ પ્રપ્ત થઈ હતી . સામાન્ય લોકોની નજરમાં એ ” આજ કી આવાઝ ” નામના દૈનીક માં કામ કરતો ફોટોગ્રાફર ” ગંગાધર વિદ્યાધર માયાધાર ઓમકારનાથ શાસ્ત્રી ” . શક્તિમાનના કટ્ટર દુશ્મનો તેના માર્ગમાં હમેશા મુસીબતો ઉભી કરવા માટે તૈયાર જ હોય અને શક્તિમાન સમયસર પોહચી જઈને તેમની યોજનાઓનો ઘડો લાડવો કરી નાખે .

shaktimaan1

શક્તિમાનનો મુખ્ય દુશ્મન એટલે ” તમરાજ કીલવીશ ” , જો શક્તિમાન શક્તિપુંજ નો એકભાગ હતો તો તેનો બીજો ભાગ પાપપુંજ હતો કીલવીશ . વળી દુનિયામાં લોકો જે પણ પાપ કરે તેનાથી પણ તેને શક્તિ પ્રાપ્ત થતી હતી . શક્તીમાન ના બીજા દુશ્મનો જોઈએ તો ડૉ. જૈકાલ , સાહબ (કુમાર રંજન) , કપાલા , તિમિર , ટોય મેન વગેરે વગેરે …

દરેક એપિસોડના અંતે આવતું ” છોટી છોટી મગર મોટી બાતે ” જોવાની પણ મઝા આવતી . અને હવે શક્તિમાન ની 3 – D ફિલ્મ પણ આવવાની છે તેવું જાણવા મળ્યું છે જેની મુકેશ ખન્નાએ પુષ્ટિ કરેલી છે .

Krrish :

Krrish3

જયારે કોઈ મિલ ગયા ફિલ્મ આવેલી ત્યારે કોઈએ વિચાર્યું પણ નહતું કે આની સિકવલ આવશે અને એ પણ સુપરહીરો મૂવી હશે . પણ જયારે 2007 માં ક્ર્રીશ આવ્યું ત્યારે બધા જોતા જ રહી ગયા . સ્ટોરી આગળ વધે છે કોઈ મિલ ગયાના અંત થી જયારે રોહિત ને છોકરો જન્મે ત્યારે એ પણ તેની શક્તિ સાથે લઈને જ જન્મે છે પણ તેની જાણ તેની દાદી પાછળ થી થાય છે અને ખબર પડતા જ તે શહેર છોડીને કોઈક દુર્ગમ ગામ માં રેહવા જતા રહે છે જ્યાં કોઈ તેમને ઓળખતું નથી . ત્યાં જ ક્રિષ્ના મોટો થાય છે અને ઉમર સાથે તેની શક્તિઓ વિકસે છે . પછી થોડું ફાસ્ટ ફોરવર્ડ જે તમને ખબર જ છે . ક્રિષ્ના જયારે સિંગાપુરમાં એક સર્કસ માં જાય છે ત્યારે ત્યાં આગ લગતા લોકોના જીવ જોખમમાં આવી પડતા તેમને બચાવવા માટે પ્રયત્ન કરવો હોય છે પણ તેની દાદીને આપેલા વચન મુજબ તે પોતાની ઓળખ દુનિયા સમક્ષ છતી ન કરી શકે, અને તેથી તે એ બાજુમાં પડેલુ જોકરનું તૂટેલું માસ્ક ઉઠાવી પહેરી લે છે જેનાથી તેનું મો ઢંકાઈ જાય અને તે ઓળખાય નહિ .તે જ ક્ષણે જન્મ થાય છે સુપરહીરો ક્ર્રીશનો .

મૂવીની સ્ટોરી અને સોન્ગ્સ એકદમ મસ્ત , ક્યાય કંટાળો ના આવે , ટ્વિસ્ટ અને એક્શન પણ જોરદાર . જોકે Krrish 3 આ ઘટના ને પુનરાવર્તિત ન કરી શક્યું સ્ટોરી સારી હતી પણ રાકેશ રોશનનું ડીરેક્શન આટલું નબળું પણ હોઈ શકે એ હવે ખબર પડી અને જરૂર વગરના સોન્ગ્સ તથા બકવાસ special effects . છતાય ક્ર્રીશ એ ભારતીય સુપરહીરો ના લીસ્ટ માં ખૂબ જ ઉપર આવે એ તો સો ટચ ની સાચી વાત કેમ કે તેની બેક-સ્ટોરી એટલી મજબૂત છે કે કોઈ બકવાસ સિકવલ એ બગડી શકે નહિ .

G.One :

Shahrukh-khan-pic-from-movie-Ra.one-As-G-one

થોડા વધારે પડતા ટેકનીકલ બેક-ગ્રાઉન્ડ વાળી આ સુપરહીરો ની સ્ટોરી મોટાભાગના લોકો માટે બાઉન્સર હતી , જેમાં એક ગેઈમ માંથી પહેલા વિલન Ra.One ( Arjun Rampal ) બહાર આવી જાય અને તેને રોકવા માટે G.One (Good One ) ( Shahrukh Khan ) પણ બહાર ( અસલી દુનિયા ) માં આવી જાય .

raone-poster

સ્ટોરીમાં એટલો દમ હતો નહિ પણ એ કમી special effects વડે પૂરી કરવા પ્રયત્ન કર્યો હતો જે થોડે ઘાને અંશે સફળ રહ્યો એમ કહી શકાય . (બિનજરૂરી)સોન્ગ્સ પણ મસ્ત હતા . ડાઈલોગ્સ પણ સારા હતા , પણ છેવટે કરોડરજ્જુ વગર નું શરીર નક્કામું એમ …. તમે સમજી ગયાને યાર …!!

જોકે એક વાત નો શ્રેય શાહરૂખને આપવો પડે કે તેને Ra.One ને 3-D માં રીલીઝ કરવા ભારતના બધા મલ્ટીપ્લેક્ષ ને 3-D screen ચાલુ કરાવડાવી , અને એટલે આજે આપણે 3-D માં રીલીઝ થતું કોઈપણ મૂવી ઘરની નજીકના મલ્ટીપ્લેક્ષ માં જઈને જોઈ શકીએ છીએ .

===> અને છેલ્લે ભારતીય સિનેમા તથા ટીવી ના કેટલાક સુપરહીરોઝ ના ઓનરેબલ મેન્શન્સ : Drona , Ajooba , Junior G , Shiva , Hero …

અમુક લોકોને લાગતું હશે કે આમાં રજનીકાંત નું Robot કેમ નથી ? પણ મારા મતે Robot એ સુપરહીરો નહિ પણ એક યાંત્રિક મશીન જ છે અને મૂવીમાં પણ છેલ્લે તો Robot પોતે જ વિલન બને છે અને ડૉ. વસીગરન (રજનીકાંત) એ જ પેંતરો લડાવીને તેને કાબૂમાં લાવવો પડે છે .

અને જતા જતા સુપરહીરોના લેખના અંતે સુપરહીરો મૂવી The Amazing Spider-man 2 નું trailer :

Marvel Cinematic Unverse

marvel-logo

સુપરહીરો બનવું કોને નથી ગમતું …!! And I ‘m a sucker for Super Hero Movies . આમ તો ઘણી બધી comics ના અને Studios ના સુપરહીરો મુવીઝ રીલીઝ થતા હોય છે પણ એમાં Marvel એ તો ખરેખર એક અલગ જ દુનિયા ઉભી કરી છે . આમ તો Marvel comics ની રીતે જોવા જઈએ તો આ Universe એટલા બધા સુપર્હીરોઝ છે કે વાત ના પુછો . Marvel Studious ની પણ ઘણી બધી મુવી ફ્રેન્ચાઈઝ આવી છે જેવી કે Spider Man , X- Men ,The Punisher , Fantastic Four ,Ghost Rider , The Amazimg Spider Man વગેરે વગેરે, પણ અહી હું સ્પેસિફિક The Avengers Universe ની વાત કરવા માંગું છું .

Marvel-Movie-Universe-Full-HD-Pictures

avengers-movie poster

આ Movie franchise ની શરૂઆત 2008 માં Iron Man થી થયેલી, આ Marvel Cinematic Universe માં Iron Man , Captain America , Thor , Hulk આ ચાર મુખ્ય મુવીઝ છે . Iron Man મુવી ને અંતે hidden scene માં Nick Fury ( જે જાસુસી સંસ્થા S.H.I.E.L.D.નો director છે. ) નો અને Tony Stark (Iron Man ) નો સંવાદ બતાવ્યો છે તો વળી આખા મુવી દરમિયાન ક્યારેક ક્યારેક agent Phil Coulson પણ હાજરી પુરાવ્યા કરે છે . પણ એ વખતે એટલી detail માં ખબર ના પડે . એ પછી 2008 માં જ આવ્યું The Incredible Hulk , જેમાં મુવીના અંતે hidden scene માં Tony Stark અને General Ross વચ્ચે નો સંવાદ બતાવ્યો છે ,ત્યારે સાલું આપણને થાય કે આ Iron Man વળી Hulk ના મુવીમાં શું કરે છે ?! પછી 2010 માં આવ્યું Iron Man 2 એમાં તો Nick Fury , Agent Coulson અને Agent Romanof (Black Widow) આખા મુવીમાં દેખાયા કરે છે , તો વળી છેલ્લે hidden scene માં Agent Coulson કોઈક રણ ની વચ્ચે પહોચે છે અને ડાયલોગ આવે છે કે “I found it , sir. ” . આ સંભાળીને થાય કે વળી એવું તે શું મળ્યું આને રણ ની વચ્ચે ?

Iron Man Custom Made Poster2 (1) Marvel-The-Avengers-Movie-2012-HD-Wallpaper-The-Hulk-Bruce-Banner-22 Thor captain-america-the-first-avenger

2011 માં આવ્યું Thor , આમાં Iron Man 2 નો જ hidden scene મૂવીની વચ્ચે આવે અને ત્યારે આપણ ને ખબર પડે કે ઓહો હો આ Agent Coulson ને બીજું કઈ નહી પણ Thor નો હથોડો મળ્યો હતો , આ વખતે મને થયે લુ કે આ બધા મુવી એકબીજા માં inter link કરીને આ લોકો કરવા શું માંગે છે ? એટલે બંદા એ કર્યું google ને મળ્યું કે 2012 માં આવે છે The Avengers , બધા જ સુપરહીરોઝ એક જ મુવી માં એક સાથે ભેગા મળી ને કરશે પૃથ્વી ના દુશ્મનો નો સામનો …. આ જાણીને હું તો ખૂશ ખૂશ થઇ ગયેલો . અને પછી તો રાહ જોવાતી ન હતી . July , 2011 માં આવ્યું Captain America : The First Avenger જે હતું સમગ્ર પ્રથમ વિશ્વ યુદ્ધ પર , એટલે મને સાલું નવી લાગી કે આ Captain America જો Avenger ટીમ માં હોય તો આ તો કઈ રીતે શક્ય છે પણ મુવીના અંતે એનું પણ સમાધાન આવી ગયું . Thor અને Captain America ના hidden scene માં તો છેવટે Aevngers મુવી ને રીલેટેડ વાતો બતાવવા માં આવી હતી . અને Captain America ને અંતે The Avengers નું Teaser જોઈ ને વધારે excited થઇ ગયેલો .

Marvel Cinematic Universe Timeline

છેવટે જેની આતુરતા પૂર્વક રાહ જોતો હતો એ The Avengers , 2012 માં આવ્યું , એ જોવા તો theatre માં જ ઉપડી ગયેલો ને વળી આ મારું પહેલું 3-D મુવી હતું , More excitement ,you know …!! The best movie of the Marvel Cinematic Universe . Movie માં આટલા બધા સુપરહીરોઝ ભેગા મળે એટલે અહમ નો ટકરાવ થાય એ તો નક્કી જ છે પણ એ બધા ને એક કરવા Agent Coulson ની શહીદી નો ચતુરાઈ પૂર્વક આધાર બનાવે છે . છેવટે બધા ભેગા મળીને સુપર વિલન Loki ( Thor નો સાવકો ભાઈ ને on the personal note, Marvel નો DC ના The Dark Knight ના Joker નો જવાબ ) . આ મુવીના hidden scene માં વળી Thanos દેખા દે , it means more thrill & excitement is coming your way …!!

LOKI

દરેક મુવી ને એક બીજા માં inter link કરી આટલા લાંબા પ્લાન સાથે કોઈ movie franchise નું નિર્માણ કરવું એ કઈ જેવી-તેવી વાત નથી ,અને એટલે જ Marvel Studios ને એ દાદ આપવી પડે .

2013 માં આવ્યું Iron Man Three , જે વળી એક્શન થી અને technology થી ભરપુર પણ આ Iron Man સીરીઝ નું છેલ્લું મુવી હતું એટલે હું દુખી થતો હતો , પણ as always hidden scene માં Tony Stark એ Dr. Banner (Hulk) ની જોડે વાતો કરતો દેખાડ્યો છે infact આખું મુવી એ Tony , Dr. Banner ને વાત કરતો હોય છે એ રીતે છે એમ બતાવ્યું છે . અને છેલ્લે “Tony Stark will return” એવું વાંચીને મન ગદ ગદ થઇ ગયેલું .

agents-of-shield-official-poster

વળી Avengers નો જ director Joss Whedon 2013 માં T.V. સીરીઝ ચાલુ કરી Agents of S.H.I.E.L.D. જે વળી Marvel Cinematic Universe નો જ ભાગ છે અને Post Avengers world ની વાત છે . જેના પેહલા જ એપિસોડ માં શોક આવે જયારે તમે Avengers માં મૃત્યુ પામેલા Agent Coulson ને તમે જીવતો જુઓ , એ કઈ રીતે જીવતો થયો કે પછી મર્યો જ નહતો એ રહસ્ય જ રાખવામાં આવ્યું છે . અને વળી આ સીરીઝ Movies જોડે sync છે . જેમકે Thor : The Dark World રીલીઝ થયા પછી ના જ એપિસોડ માં Thor પૃથ્વી પરથી વિલન ને મારી ને જતો રહ્યો પછી શું થયું એ દેખાડયું છે . ટૂંક માં જયારે પૃથ્વી ના માથે મોટી આફત ના હોય ત્યારે S.H.I.E.L.D. ની કામગીરી શું છે તે બતાવ્યું છે . Agent Coulson પોતાની એક ટીમ બનાવી ને threats કે પછી કોઈ વિચિત્ર જ વસ્તુ ઓ નો સામનો કરે છે .

Thor : The Dark World ના hidden scene વળી interesting હતો . The Collector દેખા દે છે , જે હવે Guardians of the Galaxy માં દેખા દેશે .

જોડે જોડે ફક્ત Movies ના Blu-Ray તથા 3-D Blu-Ray પેક માં જ exclusive, Marvel One-Shot નામના શોર્ટ movies આવે છે જે બે મુવીઝ ની વચ્ચે ની કડીઓ છે . હાલ આવા 5 One-Shot છે : Agent Carter (2013), A funny thing happened on the way to Thor’s Hammer (2011) ,The Consultant (2011) , Item 47 (2012) , All Hail The King (2014)

Agent_Carter marvel_one_shot_the_consultant marvel-item-47 marvel_one_shot_a_funny_thing_happened_on_the_way_to_thors_hammer

 

 

એમ ને એમ જ કંઈ આ Movie franchise વિશ્વ ની highest grossing film franchises માં 3જા (#1 Harry Potter #2 James Bond ) ક્રમે નથી , detail oriented planning એ એનું મોટું પાસું છે .

avengers-2-age-of-ultron-10329-p-1375271588-970-75 ant-man-movie-poster-fan-made Guardians-of-the-Galaxy-Fan-Made-Teaser-Poster-570x855-Copy

હવે 2014 માં Captain America : The Winter Soldier આવી રહ્યું છે , ત્યાર બાદ 2014 માં જ Guardians of the Galaxy આવશે . 2015 ના May માં The Avengers : Age of Ultron તથા July માં Ant-Man મુવીઝ આવી રહ્યા છે . Marvel Studios એ આ franchise ને 3 phase માં વહેંચી દીધી છે .Phase 1: Iron Man થી The Avengers સુધીના મુવીઝ . Phase 2: Iron Man Three થી The Avengers : Age of Ultron સુધી ના મુવીઝ અને Phase 3: Ant-Man થી The Avengers 3 સુધીના મુવીઝ . આ franchise પૂરી થયા બાદ પણ Marvel Studios જુદા જુદા spin off મુવીઝ તથા Marvel comics ના બીજા less famous characters ના મુવીઝ બનાવવા નો પ્લાન ધરાવે છે .

અને છેલ્લે જતા જતા Fast & Furious Movie franchise ના fans માટે એક દુખદ સમાચાર :
Fast & Furious franchise માં Brian O’Conner નો રોલ કરનાર Paul Walker નું કાર અકસ્માતમાં 40 વર્ષ ની વયે મૃત્યુ થયું છે .

For more Information : Paul Walker

And New teaser of Sherlock :