Captain America: The Winter Soldier Movie #9 from Marvel Cinematic Universe Genere: Action – Adventure – Sci-Fi Directors: Anthony Russo, Joe Russo Writers: Screen Play: Christopher Markus, Stephen McFeely Concept & Story: Ed Brubaker Comic Book: Joe Simon & Jack Kirby … Continue reading
Monthly Archives: એપ્રિલ 2014
True Blood: Vampires + All the Super Natural things You ever Heard of
Genere: Drama – Fantasy – Dark Comedy – Horror – Gothic
Run Time: 60 mins
Creator: Alan Ball
Based On: The Southern Vampire Mysteries by Charlaine Harris
No. of Seasons: 7 (6 Aired + 1 Unaired)
True Blood નામ ઘણા સમયથી સાંભળ્યું હતું પણ સીરીઝ જોવાની ઈચ્છા હતી નહિ , પણ હમણા અઠવાડિયા પહેલા મારા ભાઈના એક મિત્ર પાસેથી એમ જ લીધી અને ખાલી એ જોવા માટે કે કેવી સીરીઝ છે , પહેલો એપિસોડ ચાલુ કર્યો , પણ કર્યો તે કર્યો બંધ કર્યા વગર આખો એપિસોડ પૂરો કરી દીધો અને પછી બીજો , ત્રીજો એમ ચાલુ રહ્યું . 12 એપિસોડ ની એક એવી સળંગ 4 સીઝન્સ એક અઠવાડિયામાં પૂરી કરી દીધી . અને હવે તો પૂરી કર્યે જ છૂટકો એવું વળગણ લાગી ગયું છે .
સ્ટોરી નો આઈડિયા જ એકદમ મસ્ત, નવો અને exciting છે .એક એવી દુનિયા કે જ્યાં Vampires હવે છુપાયેલા નથી પણ માણસો ની વચ્ચે જ રહે છે , અને તેમને માનસ ના લોહીની જરૂર નથી કેમકે એક જાપાનીઝ કંપનીએ synthetic blood બનાવ્યું છે જેનું નામ છે True Blood પણ હજી સામાન્ય લોકો તથા અમુક Vampires પણ આ સ્વીકારવા તૈયાર નથી . અમેરિકા ના લુઇસિઆના રાજ્ય નું એક નાનાં શહેર Bon Temps થી વાર્તાનો પ્રારંભ થાય છે, જ્યાં એક બારમાં કામ કરતી waitress Sookie Stackhouse પાસે એવી શક્તિ છે કે તે લોકોના મનની વાતો સાંભળી શકે છે , વાર્તાનું મુખ્ય centre જ તે છે . તેના મિત્રો માં તેની નાનપણની બહેન પણી Tara જે ખૂબ જ ગુસ્સા વાળું દિમાગ ધરાવે છે , Tara પિતરાઈ ભાઈ Lafayette જે Gay છે અને તે બાર માં જ શેફ છે , બીજી waitress Arlene કે જેના સ્વભાવમાં જ આખા ગામ ની પંચાત છે , બારનો માલિક Sam Merlotte . તેના પરિવાર માં તેના દાદી કે જે ખૂબ જ સીધા અને સૌમ્ય સ્વભાવ વાળા છે તથા તેનો ભાઈ Jason જે womanizer છે . આ બધાની સાથે Sookie ની દુનિયા શાંતિ થી ચાલતી હોય છે , ત્યારે જ એન્ટ્રી પડે છે Bill Compton ની કે જે Vampire છે અને Bon Temps માં નવો જ રહેવા આવ્યો છે અને શહેર નો પ્રથમ Vampire બને છે જેને જોતા જ Sookie ખૂબ જ એક્સાઈતેડ થઇ જાય છે અને પછી ચાલુ થાય છે twist . turns અને thriller વળી એક જોરદાર વાર્તા .
વાર્તા જેમ જેમ આગળ વધતી જાય તેમ તેમ નવા પાત્રો ઉમેરતા જાય છે તથા સ્ટોરી વધારે કોમ્પ્લેક્ષ બનતી જાય છે તથા દરેક સીઝન માં નવી અને નવી super natural શક્તિઓ અને વ્યક્તિઓ અને વસ્તુઓની એન્ટ્રી થયા જ કરે છે . મેં જોયું ત્યાં સુધીમાં તો Werewolfs, Shape Shifters, Fairies, Maenad, Devil, Witch, Ghosts, Spirits, Werepanthers, woo-doo વગેરે આવી ગયા છે અને હજી તો નવું નવું આવતું જ રહેશે . દરેક એપિસોડ નો અંત જ એવો છે કે તમે તરત બીજો એપિસોડ ચાલુ કરી દેવા માટે મજબૂર થઇ જાઓ .
તો પછી તૈયાર થઇ જાઓ એક જોરદાર , hot , sexy , thrlling અને mindblowing expirience માટે અને શરુ કરી દો True Blood જોવાનું બનતી ત્વરા થી.
અને જતા જતા trailer of Teenage Mutant Ninja Turtles: