The Winter Soldier + Game Of Thrones + Turn

Captain America: The Winter Soldier

10156052_742801099084133_190907434_n

Movie #9 from Marvel Cinematic Universe

Genere: Action – Adventure – Sci-Fi

Directors: Anthony  Russo, Joe Russo

Writers:

Screen Play: Christopher Markus, Stephen McFeely

Concept & Story: Ed Brubaker

Comic Book: Joe Simon & Jack Kirby

TheWinterSoldier1

Captain Steve Rogers હવે New York ની ઘટના પછી પોતે જમાના સાથે ચાલવા માટે પ્રયત્નશીલ છે તથા જોડે જોડે S.H.I.E.L.D. ના મિશનમાં મદદ પણ કરતા રહે છે .પણ હવે ઘણું બધું બદલાઈ ચુક્યું હોવાથી તે ખૂબ ગડમથલમાં હોય છે કે શું કરવું અને શું ના કરવું , અને ત્યારે જ એક પછી એક એવી ઘટનાઓ આકાર પામે છે કે જે Captain ને વિચારવા મજબૂર કરી દે છે કે કોની પર ભરોસો કરવો અને કોના પર નહિ. ઘટનાઓમાં ઊંડા ઉતરતા તેમને તેમના ભૂતકાળનો પણ સામનો કરવો પડે છે અને છેવટે અંતમાં સમગ્ર વિશ્વ હવે એકદમ up-side-down થઇ જાય છે.

Captain America: The First Avenger કરતા ખૂબ ખૂબ સારું અને Avengers પછી MCUનું બીજા ક્રમનું સર્વશ્રેષ્ઠ movie. આ મૂવી માં Nick Fury એ એકદમ અલગ જ રૂપે bad ass action માં જોવા મળશે તથા Maria Hill પણ થોડી action માં જોવા મળશે. Winter Soldier તો એકદમ મજબૂત ભૂમિકામાં કે જે Captain ને બરાબરની ટક્કર પૂરી પડે છે ઉલટાનું Captain થી પણ હમેશા બે કદમ આગળ. Black Widow હમેશની જેમ ભરપૂર એક્શન માં જોવા મળશે તથા Falcon ની એક્શનના scene 3 D માં જોવા ની મઝા પડી જાય. Visually awesome eye-candy movie…!!

PhotoGrid_1396862676112

અને છેલ્લે hidden scene તો કેમના ભૂલી જવાય. જો theatre માં ગયા હોવ તો છેક end credits પૂરી થઇ જાય ત્યાં સુધી બેસજો કેમ કે 2 hidden scene છે. એક મુખ્ય credits પછી અને બીજો એકદમ અંતે. પહેલા hidden scene માં Scarlet Witch અને Quick Siver ને દેખાડવામાં આવ્યા છે જે હવે Avengers: Age of Ultron માં Avengers સાથે મળીને Ultron ની સામે લડશે. અને છેલ્લે Captain America will return in Avengers: Age of Ultron એ જોઇને તો હવે રાહ જોવાતી નથી!

Game Of Thrones Season 4

Game-of-Thrones

તો આજ થી Game of Thrones season 4 ની શરૂઆત થઇ ગઈ છે , પહેલો એપિસોડ એકદમ to the point, જ્યાંથી છેલ્લે અધૂરું છોડ્યું હતું ત્યાંથી જ continue થયું, દરેક character સાથે શું ચાલે છે એ બધું જ કવર કરી લીધું અને એવા ઈશારા પણ આપી દીધા કે હવે આખી season એકદમ intense અને thrill થી ભરપુર હશે. In short એકદમ perfect, so keep watching.

Game-of-Thrones-Season-4-Winter-is-Coming-Stark

 

TURN

Poster - TURN _ Season 1 _ Keyart - Photo Credit: Courtesy of AMC

Genere: Period Drama

Creator: Craig Silverstein

Run Time: 42-45 mins

Breaking Bad, Mad Men અને The Walking Dead જેવી TV series આપનાર TV studio AMC ફરી એક વાર લઈને આવ્યું છે એક Drama series, TURN કે જેનો પહેલો એપિસોડ જોઈને તો લાગી રહ્યું છે કે it will pull off the job; and hoping best for the future.

વાત છે 4 July, 1776 પછીના અમેરિકાની કે જયારે અમેરીકાન કોંગ્રેસે અમેરિકાની આઝાદીની જાહેરાત કરી દીધી છે અને હવે તે આઝાદી માટે લડી રહ્યું છે પણ જે તે વિસ્તારના નાગરિકોને આઝાદીમાં રસ નથી અને તેઓ અંગ્રેજોનો જ સાથ આપે છે જેથી અમેરિકાના સૈન્યએ એક પછી એક કારમા પરાજયો વેઠવા પડે છે. ત્યારે અંગ્રેજો જોડે થી આઝાદી મેળવવા મેદાને પડેલા સૈનિકોની હિલચાલ પહેલેથી જ કોઈ અંગ્રેજો ને પહોચાડી દેતું હોય છે તેવી જાણકારી મળતા હવે તેઓ પણ એક જાસુસી ટુકડી બનાવાનું વિચારે છે અને શરુ થાય છે Setauket નામના એક નાના શહેરની વાર્તા કે જ્યાં અંગ્રેજો નો પડાવ છે.

અંગ્રેજોના ત્રાસ થી પીડાતો એક ખેડૂત Abe Woodhull કે જેના પિતા અંગ્રજોને ખૂબ વફાદાર અને ખાસ છે, એ કોંગ્રેસના સૈન્ય માટે જાસુસી કરવા માટે પસંદ કરવામાં આવે છે જે શરૂઆતમાં ઇનકાર કાર્ય બાદ સમજાવત થી તૈયાર થઇ જાય છે અને પછી રચાય છે The Culper Ring અમેરિકા ની પ્રથમ Spy ring અને ચાલુ થાય છે એક એવો ઘટનાક્રમ કે જેણે American  Revolutionary War ની દિશા અંગ્રેજો તરફથી બદલીને અમેરિકા તરફ કરી દીધી.

અને જતા જતા trailer of The Expendables 3:

Advertisements

One thought on “The Winter Soldier + Game Of Thrones + Turn

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s