નવા બ્લોગ બાબત સૂચના

Dear Readers,

I have some problems with this (રમતિયાળ હું) blog, so I have created the new blog,

રોનક

so, now onwards do visit my new blog, and also feel free to browse around this one but there will be no new posts here.

Kindly follow and read my new blog. Thank You.

Truely Yours,

Ronak HD

Advertisements

સહજતા

સહજતા એટલે શું ? આ પ્રશ્ન મારા મગજમાં કેટલાય દિવસો થી ઘુમરાયા કરતો હતો એટલે પછી શાંતિ થી વિચાર કર્યો અને મગજમાં થી interesting replys મળવાના ચાલુ થયા…

તો અહીં એ (તરંગી) વિચારો રજુ કરું છું ,

Robert Downey Jr. નો Iron-man , Benedict Cumberbach નો Sherlock અને Jim Parsons નો Dr. Sheldon Cooper નો રોલ વગેરે ,કે જેમાં તમે આ લોકોની આ પાત્ર ની બહાર કલ્પના પણ ના કરી શકો .જયારે તે અભિનય કરતા હોય ત્યારે તે જ પાત્ર બનીને હૃદયમાં ઉતરી જાય એ એટલે જ સહજતા .
(મૂવીઝ અને ટીવી શોઝ જોવાનો શોખીન છું એટલે પહેલો મગજનો રીપ્લાય પણ તેમને રીલેટેડ જ આવે !!)
તમે તમારા મિત્રને મળવા જાવ ને કલાકો ના કલાકો સુધી વાત કરો ને છેલ્લે વિચારો કે વાત ક્યાંથી શરુ કરેલી ને ક્યાં પહોચી ગઈ અને તમારે વાત કરવા માટે કઈ વિચારવું પણ ના પડ્યું એ એટલે જ સહજતા .

તમે કોઈ વસ્તુ વાંચતા હોવ અને સમય ક્યાં જતો રહે એની તમને ખબર પણ ના પડે એ એટલે લખાણની સહજતા .

તમે તમારા પરિવાર સાથે બેઠા હોવ અને જે અહેસાસ અને આનંદ ની અનુભૂતિ થાય એ એટલે જ સહજતા .

તમે એકલા બેઠા હોવ ને જે વિચારો આવે એ એટલે તમારી સહજતા, જેમાંથી જ ઘણી વાર મોટી મોટી કૃતિઓ , ideas અને વસ્તુઓનું સર્જન થઇ જતું હોય છે.

જો મગજની દરવાજા કુદરતના ફલક સુધી ખોલીને વિચારો તો આ પ્રકૃતિ પોતે જ એક સહજતા છે : વ્રુક્ષો ઉગે છે , ઋતુઓ બદલાય છે , એકબીજા જોડે સંકળાયેલા જીવન ચક્રો ચાલ્યા કરે છે પછી ભલે ગમે તેવી પરિસ્થિતિ હોય , ગમે તેમ કરીને કુદરત પોતાના માટે રસ્તો શોધી લે એ એટલે જ સહજતા.

*************************************************************************************************

અને જતા જતા, હમણાં આલોક નાથના જોક ખૂબ વધી પડ્યા છે તો તે અને Breaking Bad નો સંગમ ધરવતો પેરોડી વિડીઓ  : Breaking Good

અને ઉપરનો વીડિઓ જોયા પછી નીચે જોઈ જ લો “આજ કુછ સંસ્કારી કરતે હૈ ” નો વીડિઓ with Aalok Nath commenting at the end :

Oscar Nominations 2014

The 85th Academy Awards® will air live on Oscar® Sunday, February 24, 2013.

તો જેની આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી હતી એ આવી ગયું છે , OSCAR નોમીનેશન્સ 2014 . જોકે Rush ને એક પણ નોમીનેશન નથી એ જાણી ને નવાઈ લાગે છે (નોમીનેશન જાહેર Rush ના મુખ્ય હીરો Chris Hemsworth એ જ જાહેર કરેલા – વિધિની કરુણતા !!) . પણ મારી આગાહી મુજબ Wolf of Wall Street અને American Hustle તો રેસ માં છે એટલે બ્લોગ લખવાનું continue રહેશે  .જેમને video જોવાની ઈચ્છા હોય એમના માટે Youtube lnk મુકેલી જ છે અને બાકી તો નીચે વાંચી લો ,

Best Motion Picture of the Year

Nominees:

American Hustle (2013)

Gravity (2013)

Her (2013)

Nebraska (2013)

Philomena (2013)

Best Performance by an Actor in a Leading Role

Best Performance by an Actress in a Leading Role

Nominees:

Amy Adams for American Hustle (2013)

Sandra Bullock for Gravity (2013)

Judi Dench for Philomena (2013)

Best Performance by an Actor in a Supporting Role

Best Performance by an Actress in a Supporting Role

Best Achievement in Directing

Best Writing, Screenplay Written Directly for the Screen

Best Writing, Screenplay Based on Material Previously Produced or Published

Best Animated Feature Film of the Year

Nominees:

The Croods (2013)

Despicable Me 2 (2013)

Frozen (2013)

The Wind Rises (2013)

Best Foreign Language Film of the Year

Nominees:

The Missing Picture (2013): Rithy Panh(Cambodia)

The Hunt (2012): Thomas Vinterberg(Denmark)

Omar (2013): Hany Abu-Assad(Palestine)

Best Achievement in Cinematography

Best Achievement in Editing

Best Achievement in Production Design

Best Achievement in Makeup and Hairstyling

Best Achievement in Music Written for Motion Pictures, Original Score

Nominees:

Gravity (2013): Steven Price

Her (2013): William Butler, Andy Koyama

Best Achievement in Music Written for Motion Pictures, Original Song

Nominees:

Despicable Me 2 (2013): Pharrell Williams( “Happy”)

Frozen (2013): Kristen Anderson-LopezRobert Lopez(“Let It Go”)

Mandela: Long Walk to Freedom (2013): BonoAdam ClaytonThe EdgeLarry Mullen Jr., Brian Burton(“Ordinary Love”)

Alone Yet Not Alone (2013): Bruce Broughton(“Alone Yet Not Alone”)

Her (2013): Karen O(“The Moon Song”)

Best Short Film, Animated

Best Short Film, Live Action

Nominees:

Helium (2013/II): Anders Walter

The Voorman Problem (2013): Mark Gill

 

અને જતા જતા trailer of Game of Thrones Season 4:

2013 : લખવા માટે ની નવા વર્ષની નવી શરૂઆત

છેવટે 2013 આવી ગયું . ક્યારની રાહ જોતો હતો આ વર્ષ ની કેમકે 1લી એ exam પૂરી થવાની હતી જે finally પૂરી થઇ ગઈ છે .કેટલા time થી લખવું હતું અને ઘણું બધું લખવું હતું પણ વાંચવામાં થી ઉંચો આવું તો ને …!!

જયારે નવરો હતો ત્યારે કઈ લખવું હોય તો બહુ મગજમારી કરું ત્યારે કૈક સુઝે, પણ reading vacation માં ચોપડી હાથ માં હોય ને સાલું મગજ માં નવું નવું કઈ ને કઈ આવ્યા કરે . વાંચવા નું બાજુ પર જતું રહે ને આખેઆખી વાર્તા મગજ માં ઉભી થઇ જાય . કવિતાઓ સ્ફુરે . પછી ભાન થાય કે ભાઈ પરીક્ષા આવે છે વાંચો વાંચો . એટલે જે idea  આવતા એ mobile માં drafts માં save કરી દેત પણ વચ્ચે mobile software એ પણ દગો આપ્યો ને બધું સાલું delete થઇ ગયું . પછી એમાંથી જેટલું યાદ હતું એ ફરી થી save કર્યું . ને છેવટે હાશ પરીક્ષા પૂરી થઇ ગઈકાલે, હવે થોડા દિવસો સુધી શાંતિ થી લખી શકીશ ને તમે પણ વાંચીને તમારા પ્રતિભાવો જરૂર આપશો એવી આશા રાખું છું .
વિરમું એ પેહલા સહુને મારા તરફથી HAPPY NEW YEAR …!!

2013 માં તમારા માટે …..

January જોરદાર રહે ,
February માં ફાયદો રહે ,
March મસ્ત રહે ,
April અફલાતુન રહે ,
May મઝાનો રહે ,
June જબરદસ્ત રહે ,
July માં જલસા રહે ,
August આનંદદાયી રહે ,
September સુંદર રહે ,
October આફરીન રહે ,
November નસીબદાર રહે ,
December મારા જેવા દોસ્તોની સાથે દમદાર રહે …!!

ચૂંટણીની ચટણીનું પિષ્ટપેષણ

શીર્ષકમાં જેટલા ભારે શબ્દો વાપર્યા છે એવું ખાસ અહીંયા કંઈ નથી . ચૂંટણી ના પરિણામો તો આપ સૌએ T.V. પર જોયા જ હશે . તો મારે ફક્ત બે જ બાબતો કેહવી છે .

1. આ જીત સંપૂર્ણ પણે નરેનદ્ર મોદી સાહેબની છે ભાજપની નહી .

2. આ વખતે ચૂંટણી ના પ્રચાર અને એડ વોરમાં લોકોએ જોયું કે ગુજરાત કોંગ્રેસ ને બીજું કઈ આવડે ના આવડે પણ વિરોધ કરતા સારું આવડે છે અને એટલે જ જનતા જનાર્દને એકમત થઈને વિરોધપક્ષ ની જવાબદારી કોંગ્રેસ પક્ષના માથે નાખી છે . 😛

આરંભે ઢીલા પણ અંતે શૂરા …!!

આજે ગુજરાત સમાચાર ની રવિપૂર્તિમાં ભવેન કચ્છી સાહેબ ની કોલમ હોરાઈઝનમાં એક સરસ લેખ વાંચવા મળ્યો . લેખનું શીર્ષક હતું કે “21મી સદીની ઈમારત જાકારાના પાયા પર રચાઈ છે “. જેમાં તેમણે એવા ઉદાહરણો નું વર્ણન કર્યું હતું કે જે શોધો તથા વ્યક્તિઓ હાલ તો તેમના ક્ષેત્રમાં સર્વોચ્ચ શિખર પર છે પણ જયારે તેમનું ઉદગમ થયેલું ત્યારે તેમણે જાકારનો સામનો કરવો પડ્યો હતો . એ ઉદાહરણો હું અહી લખવા જઈ રહ્યો છું . ઘણા-ખરાતો તમને આંચકો આપે એવા છે … તો આ રહ્યા એ ઉદાહરણો :

 

(૧) ”મને લાગે છે કે બહુ બહુ તો વિશ્વમાં પાંચેક પર્સનલ કમ્પ્યુટર વેચી શકાય.” (થોમસ વોટસન, આઈબીએમના ચેરમેન- ૧૯૪૩)

 

(૨) ”૬૪૦ k થી વિશેષ ક્ષમતાના કમ્પ્યુટરની આપણને ક્યારેય જરૃર નહીં પડે” (બિલ ગેટ્સ માઈક્રોસોફટ ૧૯૮૨)

 

(૩) ”લોકો તેમના ઘરમાં કમ્પ્યુટર વસાવે તેવું એક પણ કારણ હું જોઈ નથી શકતો” (ડીજીટલ ઈક્વીપમેન્ટ કંપનીનો સ્થાપક પ્રમુખ કેન ઓલ્સોન- ૧૯૭૦)

 

(૪) ”આ ‘ટેલીફોન’ નામના સાધનમાં ઘણી ખામીઓ છે. સંદેશા વ્યવહારના સાધન તરીકે તેના પર બહુ આશા રાખવા જેવી નથી. આપણા માટે તેનું કોઈ મહત્ત્વ નથી જોઈ શકતો” (વેસ્ટર્ન યુનિયન મેમો ૧૯૭૬)

 

(૫) રેડિયાની પ્રચલિતતા વધે તેવી કોઈ શક્યતા નથી. તેને કોઈ ખાસ અપનાવવાનું જ નથી ત્યારે તેમાં મેસેજ મોકલવા માટે કોઈ શું કામ પૈસા વેડફે ? (તેના રેડિયા પ્રોજેક્ટ દરમિયાન ડેવિડ સોર્નોફ અને તેની ટીમ)

 

(૬) ”તમે આ ગ્રાઉન્ડમાં તેલ કાઢવા માટે ડ્રીલ કરવાનું કહો છો ? પાગલ તો નથી થઈ ગયા ને.” (જ્યાંથી વિશ્વનું મબલખ તેલ મળી આવ્યું તે ડ્રેક્સ પ્રોજેક્ટ પર કામ હાથમાં લેતા પહેલા શારકામ (ડ્રીલિંગ)ના નિષ્ણાતોની રોષભેર હતાશા (૧૮૫૯માં)

 

(૭) ”એક્ટરોની વાતો સાંભળવી કોને ગમે ? ગોસિપ, પબ્લીસીટીના ગતકડા પર આધારીત પ્રચાર અને સામાયિક જગતને નિષ્ફળતા સાંપડશે” (એલ.એમ. વોર્નર, વોર્નર્સ બ્રધર્સ- ૧૯૨૭)

 

(૮) ”આવા કાન (સુપડા જેવા) ધરાવતા વ્યક્તિને તમે કઈ રીતે ફિલ્મ દુનિયામાં તક આપી શકો ?” – મહાન એક્ટર કલાર્ક ગેબલની હાંસી ઉડાવી તેને રીજેક્ટ કરતી વખતે જેક વોર્નરના શબ્દો- ૧૯૩૦

 

(૯) ”અમને તેઓનો અવાજ બિલકુલ જ પસંદ નથી પડયો, અને ગિટાર મ્યુઝિકનો તો જમાનો જ અસ્ત થઈ રહ્યો છે” (બિટલ્સને રીજેક્ટ કરતી વખતે ડેકલ રેકોર્ડિંગ કંપની, ૧૯૬૨માં)

 

(૧૦) ”ચીપ તો શોધાઈ ગઈ, પણ હવે તેનું કરવાનું શું”. (આઈબીએમના એન્જીનિયરે ૧૯૬૮માં કરેલી કોમેન્ટ)

 

(૧૧) વિમાન ખૂબ જ રસપ્રદ અને સાહસપૂર્ણ રમતના રમકડાં કહી શકાય. પણ તેની લશ્કરમાં ઉપયોગી થવાની કોઈ ક્ષમતા નથી. (ફ્રાન્સની જાણીતી ડિફેન્સ એજન્સીના પ્રોફેસર મારેચલ ફર્દીનાઉદ, ૧૯૦૦ની આસપાસ)

 

(૧૨) ”અમે કમ્પ્યુટરના મોડેલ- ડિઝાઈન સાથે અટારી કંપનીમાં ગયા હતા. તેઓએ અમને સહયોગ આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. ત્યાર પછી અમે એચપી કંપની સમક્ષ ગયા. તેઓએ અમારુ અપમાન કરતા હોય તેમ કહી દીધું કે હજુ તમે કોલેજનું શિક્ષણ ના લીધું હોય તેમ કાચા લાગો છો.” (એપલના સ્થાપક સ્ટીવ જોબ્સ- ૧૯૮૦ના દાયકાના પ્રારંભમાં)

 

(૧૩) ”ફ્રેડ અસ્તાઈફ, તમે એકટિંગ કરી શકતા નથી, ગાઈ શકતા નથી, તમને ટાલ પણ પડતી જાય છે. તમે ડાન્સ પણ સામાન્ય સ્તરનો કરી શકો છો.” (એમજીએમ ફિલ્મ માટે ટેલેન્ટ પ્રતિભા ખોજ કરતી એજન્સીએ મહાન એક્ટર અસ્તાઈરને ખાસ જણાવીને રવાના કર્યો હતો- ૧૯૨૮માં)

 

(૧૪) ”જે શોધાવાનું હતું તે તમામ શોધાઈ ચૂક્યું છે. હવે આપણી ઓફિસનું કોઈ ખાસ કામ નહીં રહે.” (શોધખોળોનું પેટેન્ટ કરતી અમેરિકાની સંસ્થાના કમિશ્નર ચાર્લ્સ ડયૂબ ૧૮૯૯માં !)

 

(૧૫) ”ખાણિયા અને મજૂરો માટેના કાપડને કાપડના પ્રદર્શનમાં મુકીને ભદ્ર સમાજનું અપમાન ના કરશો. પ્લીઝ” (ફેશન ડિઝાઈનરો અને ગાર્મેન્ટ ઉદ્યોગના આગેવાનોએ જીન્સને પ્રદર્શનમાં મુકવાનો આગ્રહ કરનાર એક ઈટાલીયન ડિઝાઈનરનું અપમાન કરતા ૧૯૭૦માં કહ્યું હતું.)

 

(૧૬) ”અખબાર તો કોઈ મુખપત્ર, ઝુંબેશ માટે હોય, રોજેરોજ તેને સમાચારો જાણવા કોઈ શું કામ ખરીદે ?” (ભારત જ નહીં અમેરિકા, યુરોપિય દેશોમાં આંદોલનકારીઓએ તેમનો ધ્યેય સાર્થક કરી લીધો પછી વહેતી થયેલી કોમેન્ટ)

 

(૧૭) ”તમારો અવાજ ઉદઘોષક તરીકે જરા પણ ચાલે તેમ નથી” (અમિતાભ બચ્ચનને આકાશવાણી કોલકાતાએ એનાઉન્સર તરીકે નાપાસ કરતા)

 

(૧૮) ”તારા માટે ભલામણ પણ હોઈ નાનો રોલ આપીશ પણ મૂંગાનો!” (અમિતાભને ”રેશ્મા ઔર શેરા”માં રોલ આપતા)

 

(૧૯) ”એમ પીંછીના લસરકા કરવાથી કાર્ટુનિસ્ટ ના બનાય.” (આર.કે. લક્ષ્મણને ‘ફ્રી પ્રેસ જર્નલ’ અખબારના ધક્કા ખાતા જાકારો મળ્યો. તેઓ તે પછી ”ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા”ની કચેરીએ ગયા જ્યાં તેમને તક મળી)

 

(૨૦) ”જુઓ ભાઈ, તમે તમારૃં અને તમારા પરિવારનું જીવન બરબાદ કરો છો. તમે તમારા વતન વારાસણી જે ટ્રેન વહેલી મળે તેમાં બેસીને ચાલ્યા જાવ. લખી રાખો તમને કોઈ બ્રેક નહીં મળે. આવા ઘટિયા સ્તરના ગીતો ના ચાલે.” (અંજાનના પુત્ર ગીતકાર સમીરની ગીતો લખેલી નોટબુકને એક સંગીતકારે તેના ત્રીજા માળની બારી પરથી નીચે ફંગોળી દેતા ઉદ્ધતાઈથી અપમાન કર્યું હતું. સમીરે ભગ્ન હૃદયે ગ્રાઉન્ડ ફલોરમાં પડેલી નોટના પાના સરખા કરીને સંઘર્ષ જારી રાખ્યો. તે જ નોટબુક નદીમ શ્રવણ, મહેશ ભટ્ટને બતાવી અને ‘આશિકી’ ફિલ્મનું આલબમ તૈયાર થયું.)

 

(૨૧) ”૧૬ વર્ષનો આ ટેણિયા સામે શું ખૂંખાર બોલિંગ નાંખું. નકામો જીંદગીભર ઈજા લઈને ફરશે. આમ પણ તે કેટલા વર્ષ રમી શકશે? ખબર નહીં કેમ આ નાદાન સામે મારી આક્રમકતા જ ધારણ નહોતો કરી શકતો” (ઈમરાનખાનથી તેંડુલકરની સામે સૌ પ્રથમ શ્રેણીમાં બોલિંગ નાંખતી વખતે મનોવ્યથા)

  
જે વ્યક્તિ સંપૂર્ણ લેખ વાંચવા માંગતા હોય તેમના માટે આ રહી link : હોરાઈઝન
 
આભાર : ભવેન કચ્છી સાહેબ ( હોરાઈઝન , રવિપૂર્તિ , ગુજરાત સમાચાર )

અપ્રિલ ફૂલ ની મૂંઝવણ.

છગન અને મગન બંને ક્લાસમાં ખાસ મિત્રો . છગન થોડો ચાલાક હતો . દરેક પહેલી અપ્રિલે તે મગન ને અપ્રિલ ફૂલ બનાવી દેતો અને તેથી મગન ને ખૂબ ચીડ ચઢતી . આ વખતે મગને નક્કી કર્યું કે તે છગન દ્વારા અપ્રિલ ફૂલ નહિ જ બને . આખરે પહેલી અપ્રિલ આવી અને જતી પણ રહી પણ છગન મગન ના ઘર બાજુ ફરક્યો પણ નહિ . બીજા દિવસે જયારે બંને ક્લાસમાં મળ્યા ત્યારે મગન બોલ્યો કે અરે તું તો ગઈ કાલે મારા ઘર બાજુ દેખાયો પણ નહિ  યાર . આ વખતે તો મેં નક્કી કરેલું કે હું તને , મને અપ્રિલ ફૂલ નહિ જ બનાવા દઉં . અને તું મારા ઘરે ના આવ્યો એટલે તું મને અપ્રિલ ફૂલ પણ ના બનાવી શક્યો ……. તારો રેકોર્ડ તૂટી ગયો …. હે હે હે હે …!!! છગન થોડું ખંધુ હસ્યો અને પછી બોલ્યો કે જો , તે એવું વિચારેલું કે હું તને અપ્રિલ ફૂલ બનાવીશ પણ મેં તને ના બનાવ્યો એટલે તારી ધારણા ખોટી પડી . એટલે એવું સાબિત થયું કે મેં તને  ફરી અપ્રિલ ફૂલ બનાવી દીધો ………. આમ કહી છગન ખડખડાટ હસવા લાગ્યો  . મગન બિચારો નિરાશ થઇ ગયો .અને પછી બંને છુટ્ટા પડ્યા .

 
ઘરે આવીને મગન વિચારે ચઢ્યો  ………. કે જો છગને મને અપ્રિલ ફૂલ બનાવ્યો નહિ તો હું અપ્રિલ ફૂલ બન્યો કઈ રીતે ?? એક રીતે મેં વિચારેલું કે તે મને અપ્રિલ ફૂલ બનાવશે પણ તેણે ના બનાવ્યો એટલે હું ભોંઠો પડ્યો અને એટલે અપ્રિલ ફૂલ બની ગયો…………….. પણ ફરી પાછુ વિચાર્યું કે, તેણે મને અપ્રિલ ફૂલ બનાવ્યો જ નહિ તો હું બન્યો પણ ના જ કહેવાઉ ને…. આ મૂંઝવણમાં બિચારો મગન આખો દિવસ અટવાયેલો રહ્યો પણ કોઈ નિષ્કર્ષ પર ના પહોચી શક્યો….!!
 
તો હવે તમે વિચારો કે મગન ખરેખર અપ્રિલ ફૂલ બન્યો કે નહિ….???