સંતની મૂંઝવણ

      એક મોટા શહેરની વાત છે કે જ્યાં એક ભલા સંત પુરુષ રહેતા હતા . લોકોની સેવા માં બધું જ કરી છૂટતા . આથી અમુક ભલા લોકો પણ તેમની મદદે આવતા અને પોતાનાથી બનતી મદદ અથવા દાન કરતા .

     એક વખતે એક ભાઈએ એક નાનો જમીનનો ટુકડો તેમને દાનમાં આપ્યો . હવે એ સંત નો વિચાર એવો કે બધાના ઉપયોગ માં આવે એવું કૈક નિર્માણ કરીએ . એટલે ત્યાં તેમણે મંદિર બનાવડાવ્યું . થોડા દિવસે એમનું ધ્યાન ગયું કે અહી તો સાલું ફક્ત હિંદુ લોકો જ આવે છે બીજા ધર્મ ના લોકોનું શું ? આવું વિચારી તેમને મંદિરની જગ્યાએ મસ્જીદ નું નિર્માણ કરાવડાવ્યું જેથી ઇસ્લામ ધર્મના લોકો લાભ લઇ શકે . પણ થોડા દિવસે વળી પાછો એ જ પ્રશ્ન ઉદભવ્યો કે બીજા ધર્મ ના લોકોનું શું ?

     એ રાત્રે તેઓ ખૂબ ઊંડા વિચારમાં ગરકાવ થઇ ગયા કે જો મંદિર બનાવું તો ફક્ત હિંદુઓ જ આવે ,મસ્જીદ બનાવું તો મુસ્લિમો જ આવે , દેવળ બનાવીશ તો ફક્ત ખ્રિસ્તીઓ જ આવશે … કૈક તો સમાધાન હશે કે કૈંક એવું બનાવું કે જ્યાં બધા જ ધર્મ ના લોકો કોઈ જાતના ભેદભાવ વિના આવે , અને અચાનક એમને એક યુક્તિ સુઝી અને તેમના મુખ પર આનંદની મુદ્રાઓ આવી ગઈ ને પછી એ વસ્તુનું નિર્માણ કરવાનું નક્કી કરી આરામથી તેઓ પોતાની પથારીમાં પોઢી ગયા .

     થોડા દિવસ બાદ, જયારે એ જમીનના ટુકડા પર એક શૌચાલય નિર્માણ પામ્યું યારે તેનો બધા જ ધર્મના લોકો કોઈ ભેદભાવ વગર ઉપયોગ કરવા લાગ્યા અને ત્યારે એ જોઇને એ સંત ને પોતે કૈક કર્યાનું ગર્વ અને આનંદની અનુભૂતિ થઇ .

Advertisements