રેડીઓ એક્ટીવ પ્રેમ …

નિહાળી એ તને જે પ્રથમ વાર , ને દલડું થયું મારું એક્ટીવ ,
વિચારો થયા એ મારા બધા ગુમ, ને મનડું થયું મારું ડીએક્ટીવ ;

શું અદાઓ હતી એ તારી ! લાગતી ખૂબ મને એ સીડક્ટીવ ,
થયો એ તારો છે સ્પર્શ પ્રથમ , ને રોમ-રોમ થયો જે રીએક્ટીવ ;

વાતો એ કરી છે તારી જ સદા , લાગતી મને કેટલી એ ક્રિએટીવ ,
પણ એવો અંધ હતો તારા પ્રેમમાં , ને બન્યું બધું જ મારું ડિસ્ટ્રક્ટીવ ;

કર્યું બરબાદ બધું તુજ પાછળ , કોઈ ઓપ્શન રહ્યો ન સિલેક્ટીવ ,
થયો એવો કંગાળ , ને બન્યો તારો પ્રેમ જ , રેડીઓ એક્ટીવ…

Advertisements

હું Outdated બિચારો !

Smart Phones ના આ જમાનામાં બિચારા 2G અને 2.5G phones હાંસિયામાં ધકેલાઈ ગયા છે . એવાજ એક phone ની મનોવ્યથા અહી રજુ કરી છે …!!

આવ્યો હતો નવો જયારે ,હતો ત્યારે કંઈ ઠાઠ-માઠ મારો ;
અરે વાહલો હતો હું એનો ,હતો જાનથીએ એની પ્યારો !

કેહતો ફરતો લોકોને, કે છે મારા ફોનમાં  GPRS ને કેમેરો;
ને લોકોય કેહતા કે ભાઈ ભાઈ, વટ પડે છે કઈ તમારો !

પણ સમય વહી ગયો ક્યાંય, ને વાયો આ 3G નો વાયરો ;
Technology ગઈ કંઈ ખીલી,ને આવ્યો Android નો વારો !

Mobile ના આ મેળામાં, થઇ Smart Phones ની ભારમારો ;
પૂછતુંય નથી કોઈ ભાવ મારો ,થયો છું હું Outdated બિચારો !

ફૂરસદનું Creation…!!

આમ તો લોકો કહે છે કે “નવરા બેઠા નખ્ખોદ વાળ્યો” અને ” નવરું મગજ એ શેતાન નું ઘર છે ” પણ આજે હું નવરો બેઠો હતો ને મને સુઝ્યું કે નવરાશ નો કંઈક ઉપયોગ કરું , તો મેં આ કવિતા બનાવી ને નવરાશને ઠાર મારી . ઘણી વાર મનોરંજન ના તમામ સાધનો ઉપલબ્ધ હોવા છતાં મગજ ને કઈ ગમે નઈ અને એવું થાય કે શું કરું ને શું ના કરું ? આજે મારી જોડે પણ આવી દુર્ઘટના સર્જાઈ (કદાચ સારી ઘટના કેમકે એ બહાને કાવ્યનું સર્જન થઇ ગયું !!) . ને પછી એકાએક સ્ફૂર્યું કે ઘણા દિવસ થી કવિતા પર હાથ નથી અજમાવ્યો અને પછી બની ગઈ મારી આ ફૂરસદની કવિતા . તો માણો………………બેઠો છું હું નવરો, ને ખયાલો છે  મારા Paranoid ,
વિચારો પણ છે બેકાબૂ, જેમ Galaxy માં Asteroid .

આવી એ જ મૂંઝવણ, કે જેને મેં કરી’તી વારંવાર Avoid ,
વિચારો છે મારા ગૂંચવાયા, ને સાલું મગજ બન્યું Solenoid .

આ ટાણે Phone પણ શું કામનો, પછી ભલેને હોય એ Android ,
કેમકે થયા છે મારા Creative Ideas,એના થકી જ તો Destroyed .

Collection કર્યું હોય Classic Songs નું, ને જો ખૂટે Pink Floyd ,
એ જ રીતે ગુમ છે કોઈક તત્વ સાલું, ને લાગે છે જીવન મારું Void .

કે બન્યો હવે છું હું કૃતનિશ્ચયી, ને બનીશ હવે હું Self Employed ,
તો કરું હવે હું મજબૂત મનોબળ, છેવટે તો એ જ બનશે મારા Steroid .

આપડે પેહલા મળ્યા હતા……

આપડે પેહલા મળ્યા હતા ,પણ કદાચ તને યાદ નથી;

કંઈ વાંધો નહિ મને પણ તેની કોઈ ફરિયાદ નથી ,

જીવી લઉં છું હું તો ક્યારેક તારી જ યાદ માંથી ;

ઉઠે છે તારા જ નામ ના પોકારો અંતર્નાદ માંથી ,

જો તું છે મારી સંગ તો, જીવન માં કશું બરબાદ નથી;

જીવન માં છે ખુશી ફક્ત તારા જ ઉન્માદ માંથી ,

કેમ કરી બચે  “રોનક” આ અંતર ને મન ના વિવાદ માંથી;

તો આવ અને તું જ કરાવ આઝાદ , મને તારી આ કેદ માંથી.