આદતથી મજબૂર

એક વાર નહી ,
આ દલડું મારું ,
તૂટ્યું છે હજારો વાર ,
પણ છતાય ,
આ સુંદર ચેહરા જોઇને ,
ફરી ફરી ને ઇચ્છા થાય છે ,
પાછી પ્રેમ કરવાની ,
ને લાગી જાય છે હ્રદિયું મારું ,
પેલા સુંદર મુખડામાં ,
તો શું કરું હું એમાં ,
વાંક નથી કોઈ મારો ,
આતો દિલ છે મારું ,
જૂની આદતથી મજબૂર .

Advertisements

ઉત્તરાયણ નિમિત્તે

સૌ મિત્રો મન ભરીને આ ઉત્તરાયણ નું પર્વ માણજો પણ એનું પણ ધ્યાન રાખજો કે પક્ષીઓને ઈજા ના થાય . તો સૌ ને મારા તરફ થી HAPPY મક્કરસંક્રાંતિ. ને ઉત્તરાયણ નિમિત્તે મારી આ ત્રણ લાઈનો રજુ કરું છું :

જો પતંગબાજ હોય કમાલ ,

ફીરકી પકડનાર હોય બેમિસાલ ,

તો આકાશે મચી જાય ધમાલ .

Locked out of Heaven…

તારો પ્રતિસાદ પણ કેવો ,
ક્યારેક છે ઉષ્મા ભર્યો ઉમળકો ,
તો ક્યારેક વળી ઠંડોગાર ,
વિચારું છું હું વારંવાર ,
કે કેમ છે તારું વર્તન આવું ,
એટલું જ પૂછું છું કે,
સાથ આપીશ મારો તું ,
જીવનના દરેક પગલે ,
એક જ શબ્દ તો કહેવાનો છે તારે ,
બસ હા કે ના ,પણ ,
એક હરફ શુદ્ધા નીકળતો નથી તારો .
છે સંગાથ તારો તોય ,
મન મૂંઝવે કે નથી જવાબ સ્પષ્ટ તારો ,
ને એ વાતે ,
You make me feel like,
I’m Locked out of Heaven…

મારા વન ઓફ ધ ફેવરીટ સિંગર Bruno Mars ના સોંગ Locked out of Heaven પર થી પ્રેરિત પંક્તિઓ …

ગુજરાતી એટલે કોણ ?

રોમ માં રસ પૂરી ને પેરીસ માં પતરા ખાઈ જાણે ઈ ગુજરાતી .
વિશ્વના પાંચ પૈસાદાર માંથી બે ગુજરાતી
સુખ નો વેપલો ને દુખ ની ઉજવણી કરી જાણે ઈ ગુજરાતી
ગઝલ હોય કે શેર, શેર બાઝાર નો શેર ગુજરાતી
અરે હોળી , દિવાળી, નોરતા, સોગઠા બાઝી ખેલે ઈ ગુજરાતી
અરે આપણને આઝાદી અપાવનાર પેલો અહિંસાવાદી ગુજરાતી
ભગવાન ભલે જાણતો હશે હજાર ભાષા પણ,
એને પણ ગુજરાતી થવાનું મન થાય એ ભાષા ગુજરાતી,
કાઠીયાવાડ થી કેલીફોર્નિયા ઠેર ઠેર ગુજરાતી .

એક મિત્રના(Chirag Prajapati) facebook status માંથી

I just can’t have you….

મારા મનગમતા એક સોંગ Stary Heart પરથી પ્રેરિત પંક્તિઓ :

જે ઈચ્છતો હતો હું પામવા ,
હતું બધું જ તારી પાસે ,
પણ કેમ કરી પામી શકું તને ?
તું છે બસ એક ઝંખના ,
આ મારા ભટકતા અંતરની ,
હંમેશા કલ્પનાના રણમાં રખડતા,
હ્રદયનું તું છે એક મૃગજળ ,
તો બસ ,
તું ઈચ્છે તો પણ ,
I just can’t have you…

તરસ

મારા દરેક મિત્ર ને સમર્પિત પાંચ લાઈનો ….

કે જેમ ઘૂઘવતા દરિયામાં મોજું જ તરસ્યું રહી જાય ,
કે જેમ વરસતા મેઘમાં વાદળું જ તરસ્યું રહી જાય ,
કે જેમ વેહતી નદી માં ઝરણું જ તરસ્યું રહી જાય ,
કે જેમ છલકતા જળ માં બેડું જ તરસ્યું રહી જાય  ,

એમ જ એ દોસ્ત તારા વિના મારું જીવન તરસ્યું રહી જાય .

એક વખત એવું બન્યું કે ……….

મારા કૂણા હૈયા ની આરપાર ,

નજર તેની ઉતરી એવી ધારદાર ,

હજી છું હું આશ્ચર્ય માં અપરંપાર ,

કે જેને અવગણી  મેં વારંવાર ,

તે જ છેવટે કરી ગઈ મારો શિકાર …!!