X-Men: Days of Future Past

x_men_days_of_future_past_banner-wide

 

Genere: Action – Adventure – Fantasy

Director: Bryan Singer

Writers:

Screenplay: Simon Kinberg

Story: Jane Goldman, Simon Kinberg, Matthew Vaughn

વાત છે ગયા July મહિનાની, The Wolverine movie જોઇને થીએટરની બહાર નીકળ્યો હતો, ખૂબ excited હતો પણ મૂવી જોઇને નહિ, તેનો post credit scene જોઇને કે હવે થશે શું ? ઘરે આવીને IMDB ખોલીને જોયું તો પહેલાથી જ મારા watch-list માં added મૂવી X-men: Days of Future Past હવે આવતા May માં રિલીઝ થશે એમ જાણવા મળ્યું, અને સ્ટોરીનો સીનોપ્સીસ વાંચીને તો શરીરમાંથી કરંટ પસાર થઇ ગયો; Original X-men trilogy અને X-men: First Class ની cast એક જ મૂવીમાં, વાહ મઝા પડી જશે! અને પછી તો નક્કી કર્યું કે રીલીઝ થાય એ જ દિવસે જોઈ કાઢું, અને trailer ની રાહ જોવા લાગ્યો; બે મહિના પહેલા પહેલું trailer આવ્યું એ જોઇને excitement માં બમણો વધારો થયો અને પછી બીજું trailer આવ્યું જેમાં Sentinels ને જોઇને તો થઇ ગયું કે ક્યારે મૂવી આવે અને ક્યારે જોઈ કાઢું; X-men: The Last Stand વખતે એવું જાણવા મળ્યું હતું કે Sentinels મૂવીમાં હશે પણ પછી બજેટ કટ્સ ના કારણે ફક્ત શરૂઆતની practice sequence જોઇને જ સંતોષ માનવો પડેલો; તો હવે એ ઈચ્છા પૂરી થશે.

છેવટે 10 may એ તે New York માં રીલીઝ થયું અને તેના IMDB ratings જોયા તો 9.3/10 (Now ratings may be changed as vast public will rate the movie) ! પછી તો આ 12 દિવસ countdown કરી કરીને કાઢ્યા છે , આમ તો ભારત માં એ 23 May એત્લેક આજે રીલીઝ થઇ રહ્યું છે પણ ગઈ કાલે સાજે અમુક theaters માં special preview હતા તો જેવી ખબર પડી કે પેહલા શો માં જ પહોચી ગયો, સામાન્ય કરતા ટીકીટના ભાવ વધારે હતા પણ મૂવી એકદમ પૈસા વસૂલ…!!

PhotoGrid_1400823799814તો હવે વાત કરું મૂવીની, શરૂઆત નજીકના ભવિષ્ય થી થાય છે જયારે Sentinels ની સેનાએ મોટા ભાગના mutants અને એવા humans કે જેમના ભાવી પેઢી mutant જન્મી શકે એવા તમામને ખતમ કરી દીધા છે , જે બચ્યા છે એ લોકો લપાઈ છુપાઈને Sentinels થી બચી રહ્યા છે પણ Sentinels mutant gene detect કરીને બધે પહોચી રહ્યા હોય છે અને શરૂઆતની એ Mutant vs Sentinels ની fight sequence એકદમ exciting અને રુવાડા ઉભા કરીદે તેવી છે. પણ આ બધું જ એક ભૂતકાળમાં કરેલી ભૂલ ને કારણે થયું હતું, તો શું ભૂતકાળમાં જઈને આ ઘટના બદલી શકાય કે જેથી આ દુનિયાનો વિનાશ અટકી શકે ? ત્યારે આગળ આવે છે Kitty Pride (Ellen Page) કે જે કોઈ પણ વ્યક્તિના મગજ (conscience)ને ભૂતકાળમાં મોકલી શકે છે; હવે પ્રશ્ન એ છે કે જાય કોણ, પ્રોફેસર ઝેવિયર જવા તૈયાર હોય છે પણ એ પ્રક્રિયા એવી છે કોઈ વ્યક્તિ અમુક દિવસ વધારે પાછળ જાય તો આઘાતને કારણે તેનું મૃત્યુ થઇ શકે છે એટલે પછી આપડો બધાનો favorite Wolverine આગળ આવે છે જે immortal છે એટલે તેના મારવાનો સવાલ નથી પણ ભૂતકાળ માં બધાને સમજાવવા માટે ધીરજ થી કામ લેવું પડે અને એ જ થોડું “ટેઢી ખીર” જેવું કામ છે અને એટલે જ Wolverine કહ્યો હતો એ quote હું અહી સીધો ટાંકું છું ” Patience isn’t my strongest suit !”. હવે Wolverine 1973માં ઉઠ્યા બાદ કામે લાગી જાય છે અને ઉપડે છે પ્રોફેસર ઝેવિયર ને સમજાવવા. એ પછી શું થાય છે ? તે બધાને ભેગા કરી શક્યો કે નહિ ? શું એ ભૂલ સુધારી શકાયી કે નહિ ? શું દર વખતની જેમ magneto આ વખતે પણ આડો ફાટ્યો ? આ બધા પ્રશ્નો ના જવાબ તો તમે મૂવી જોઇને જાતે જ મેળવી લેજો !

PhotoGrid_1400825672970

 

PhotoGrid_1400826022439

આમ તો આગળના દરેક મૂવીમાં આપણે પ્રોફેસર ઝેવિયર ને એક માર્ગદર્શકના રૂપમાં જ જોયા છે , જે વ્યક્તિ પાસે બધા પ્રશ્નોના જવાબ છે; પણ આ વખતે પ્રોફેસર પોતે જ એવી વિમાસણ અને તકલીફ માં છે તેમને પોતાને કોઈ માર્ગદર્શકની જરૂર છે; તો વળી bad ass જોવા મળતો Wolverine એકદમ શાંત અને વિચારશીલ બતાવ્યો છે જે પ્રોફેસરને જરૂર પડે સાચો રસ્તો દેખાડી આપે છે; દરેક વખત કરતા અલગ આ વખતે story નું મુખ્ય પાત્ર Wolverine ની જોડે જોડે Mystique પણ છે જે એક દમ ભરપુર એક્શન માં જોવા મળે છે; તો ભવિષ્યના Sentinels robots તો એકદમ ભયાનક અને ડરામણા બનાવ્યા છે જે કોઈ પણ mutant નો સામનો કરવા માટે તેનો જ power adapt કરી શકે છે. Dr. Bolivar Trask (Peter Dinkalage) નો role મોટો નહિ પણ મહત્વનો છે. Quick Silver ને તો જોવાની મઝા પડી જાય ! આ સિવાય પણ ઘણા બધા નવા અને જુના mutants જોવા મળે છે જે દરેકને action માં જોવાની ભરપુર મઝા આવે છે. અને હા, મૂવી easter eggs થી ભરપુર છે તો ધ્યાનથી જો જો…!!

PhotoGrid_1400825957043

Story line આમ એકદમ સિધી અને છતાં complex છે, મૂવીમાં એટલી બધી એક્શન નથી, ખરેખર મૂવી એક્શન મૂવી નહિ પણ એક ગંભીર વાર્તા છે છે જેમાં જરૂર વગર કશું પણ થતું નથી, મૂવી એ આશાવાદ અને ઈમોશન્સ થી છલકાય છે, પણ જેટલી એક્શન તમે જોશો એટલાથી જ તમારું મન ખૂશ થઇ જશે. વળી humorની પણ થોડી થોડી છાંટો જોવા અને સાંભાળવા મળશે. આ એક મૂવી નહિ પણ master piece છે અને આ master piece માટે ડીરેક્ટર Bryan Singer ને ખૂબ ખૂબ ધન્યવાદ દેવા પડે.

PhotoGrid_1400825773313

અને છેલ્લે પોસ્ટ credit scene તો કેમ ભૂલી શકાય,Egypt નો હજારો વર્ષ પહેલાનો પ્રસંગ છે જેમાં Apocalypse પોતાની શક્તિ વડે Pyramid બનાવતો નજરે પડે છે; તો હવે જુઓ રાહ 2016 સુધી X-men: Apocalypse ની !

અને જતા જતા માણો Guradians of The Galaxy નું નવું trailer:

Advertisements

The Winter Soldier + Game Of Thrones + Turn

ગેલેરી

Captain America: The Winter Soldier Movie #9 from Marvel Cinematic Universe Genere: Action – Adventure – Sci-Fi Directors: Anthony  Russo, Joe Russo Writers: Screen Play: Christopher Markus, Stephen McFeely Concept & Story: Ed Brubaker Comic Book: Joe Simon & Jack Kirby … Continue reading

Oscar Nominations 2014

The 85th Academy Awards® will air live on Oscar® Sunday, February 24, 2013.

તો જેની આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી હતી એ આવી ગયું છે , OSCAR નોમીનેશન્સ 2014 . જોકે Rush ને એક પણ નોમીનેશન નથી એ જાણી ને નવાઈ લાગે છે (નોમીનેશન જાહેર Rush ના મુખ્ય હીરો Chris Hemsworth એ જ જાહેર કરેલા – વિધિની કરુણતા !!) . પણ મારી આગાહી મુજબ Wolf of Wall Street અને American Hustle તો રેસ માં છે એટલે બ્લોગ લખવાનું continue રહેશે  .જેમને video જોવાની ઈચ્છા હોય એમના માટે Youtube lnk મુકેલી જ છે અને બાકી તો નીચે વાંચી લો ,

Best Motion Picture of the Year

Nominees:

American Hustle (2013)

Gravity (2013)

Her (2013)

Nebraska (2013)

Philomena (2013)

Best Performance by an Actor in a Leading Role

Best Performance by an Actress in a Leading Role

Nominees:

Amy Adams for American Hustle (2013)

Sandra Bullock for Gravity (2013)

Judi Dench for Philomena (2013)

Best Performance by an Actor in a Supporting Role

Best Performance by an Actress in a Supporting Role

Best Achievement in Directing

Best Writing, Screenplay Written Directly for the Screen

Best Writing, Screenplay Based on Material Previously Produced or Published

Best Animated Feature Film of the Year

Nominees:

The Croods (2013)

Despicable Me 2 (2013)

Frozen (2013)

The Wind Rises (2013)

Best Foreign Language Film of the Year

Nominees:

The Missing Picture (2013): Rithy Panh(Cambodia)

The Hunt (2012): Thomas Vinterberg(Denmark)

Omar (2013): Hany Abu-Assad(Palestine)

Best Achievement in Cinematography

Best Achievement in Editing

Best Achievement in Production Design

Best Achievement in Makeup and Hairstyling

Best Achievement in Music Written for Motion Pictures, Original Score

Nominees:

Gravity (2013): Steven Price

Her (2013): William Butler, Andy Koyama

Best Achievement in Music Written for Motion Pictures, Original Song

Nominees:

Despicable Me 2 (2013): Pharrell Williams( “Happy”)

Frozen (2013): Kristen Anderson-LopezRobert Lopez(“Let It Go”)

Mandela: Long Walk to Freedom (2013): BonoAdam ClaytonThe EdgeLarry Mullen Jr., Brian Burton(“Ordinary Love”)

Alone Yet Not Alone (2013): Bruce Broughton(“Alone Yet Not Alone”)

Her (2013): Karen O(“The Moon Song”)

Best Short Film, Animated

Best Short Film, Live Action

Nominees:

Helium (2013/II): Anders Walter

The Voorman Problem (2013): Mark Gill

 

અને જતા જતા trailer of Game of Thrones Season 4:

“RUSH” of “AMERICAN HUSTLE” to “THE WOLF OF WALL STREET”

2014 માં મેં આ જોયેલા પહેલા 3 movies છે ,  title બસ એમ જ સેટ કરી દીધું છે so let’s get it started…

RUSH

Rush-billboard

Genere : Action – Biography – Drama

Director:

Ron Howard

Writer:

Peter Morgan (screenplay)

Stars:

Chris Hemsworth , Daniel Brühl

Rush એવું નામ સંભાળીને થાય કે હશે કોઈ cliche રેસિંગ મૂવી , પણ જો એવું ધારતા હોવ તો તમે તદ્દન ખોટા છો . Trailer જોઇને એવું લાગ્યું હોય કે formula 1 રેસિંગ પર છે તો પણ તમે ખોટા છો . પેહલી વાત તો એ કે આ મૂવી રોન હાવર્ડ નું છે અને એટલે એ કઈ જેવું તેવું તો હોવાનું નથી , રોન હાવર્ડનો દરેક પ્રોજેક્ટ એ પોતાની રીતે એકદમ જોરદાર જ હોય છે તો RUSH એમાંથી કઈ રીતે બાકાત રહી શકે ?!

RUSH એ 1970s ના formula 1 ની Bitish drive James Hunt (McLaren) અને Austrian driver Niki Lauda (Ferrari) ની rivalry પર આધારિત છે . સીનેમાટોગ્રાફી , ડીરેક્શન અને શૂટિંગ એટલી અદભૂત છે કે તમને ખરેખર formula 1 માં જરાય રસ ના હોય તો પણ તેના વિશે જાણવાની ઈચ્છા અંદર થી જ થાય . મૂવીમાં કોઈ હીરો નથી કે , નથી કોઈ વિલન : બસ બે હરીફ ડ્રાઇવર્સ છે જે દરેક રેસ માં એક બીજા ને હરાવવા મથામણ કરતા રહે છે . James Hunt એ એવો ડ્રાઈવર હતો કે તે ફક્ત જીતવામાં માનતો અને દરેક રેસ તેની છેલ્લી રેસ છે એમ માની ને જ રેસ માં ઉતરવું અને જીત્યા પછી ભરપૂર આનંદ માણવો , તો બીજી બાજુ Niki Lauda એ એકદમ મહેનતુ , વિચારશીલ અને ટેકનીકલ ડ્રાઈવર હતો જે રેસ જીત્યા પછી બીજી રેસ ની તૈયારી માટે લાગી જતો . છેવટે તેમની હરીફાઈ તેમને ક્યાં લઇ જાય છે એ તમારે મૂવી જોઇને જાણી લેવું .

tumblr_myvds0Ox2q1qkt655o5_r1_250

tumblr_myvds0Ox2q1qkt655o10_r5_250tumblr_myvds0Ox2q1qkt655o1_r3_250

 

 

 

 

સ્ટોરી ટેલીંગ અને એક્ટિંગ એટલી સરસ છે કે તમે વારંવાર મૂવી જોવા માટે મજબૂર થઇ જાઓ . Music અને Background score પણ એકદમ માઈન્ડ બ્લોઇંગ (Hans Zimmer નું સંગીત હોય એટલે પછી કઈ કહેવાનું રહે ખરું! ) . અંત તો એટલો અદભૂત (with original archive footage) કે તમારી આંખે ખરેખર ઝળહળિયા આવી જાય.અંત જો Niki Lauda ના જ શબ્દો માં લખું તો :

People always think of us as rivals,but he was among the very few I liked,and even fewer that I respected.He remains the only person I envied.

American Hustle

AMERICAN-HUSTLE-poster-1024x768

Genere : Crime – Drama

Director:

 David O. Russell

Writers:

 Eric SingerDavid O. Russell

Stars:

 Christian BaleAmy AdamsBradley CooperJeremy RennerJennifer Lawrence

American Hustle (Partially based on true events) ની તો star cast જોઇને જ ફિલ્મ જોવાની ઈચ્છા થઇ જાય એવું છે અને એમાં પણ David O. Russel એ ડીરેક્ટર હોય એટલે તો ભૂક્કા જ નીકળી જાયને !

મૂવીનો પ્લોટ આમ જોવા જઈએ તો ખૂબ જ twisted છે એટલે શબ્દો માં સમજાવવો તો મારા કામની વાત નથી , છતાં જો શોર્ટમાં કહું તો વાત છે 1970s ની જયારે Irving Rosenfeld નામનો con man એ તેની ગર્લફ્રેન્ડ Sydney Prosser સાથે મળીને લોકોને પોન્ઝી સ્કીમોમાં ફસાવીને પૈસા કમાતો હતો પણ FBIના એજન્ટ Richie DiMaso એ તેમને પકડી લેતા હવે તેમને FBI માટે કામ કરવાની ફરજ પડે છે . DiMaso તેમને Jersey ના માફિયા તથા “મોટા માથા” ને ભ્રષ્ટાચારના ગુનામાં પકડવા માટે સ્ટીંગ ઓપરેશન કરવાની ફરજ પાડે છે .

tumblr_myr9doP4Xj1sqs1wso1_400

tumblr_myyhz0kL6x1qjpqono1_400

 

 

 

 

 

 

આમ તો David Russel નું કામ જોરદાર જ હોય પણ આ થોડું વધારે પડતા ઉત્સાહમાં બનેલું હોય એવું લાગે છે , વાર્તા એકદમ દમદાર છે પણ જરૂર કરતા વધારે ઊંડાણમાં દેખાડવામાં આવ્યું છે જેથી મૂવી ફક્ત સવા 2 કલાકનું હોવા છતાં લાંબુ લાગે છે . જોકે બીજી કોઈ રીતે મૂવી નબળું નથી .જો તમે star cast માંથી એકના પણ ફેન હોવ કે નાં પણ હોવ પણ મૂવી ચૂકાય એવું નથી . અને હજી ભારત માં આ મૂવી 7મી ફેબ્રુઆરીએ રીલીઝ થશે એટલે time હોય તો જોવા જરૂર જજો .

The Wolf of Wall Street

the-wolf-of-wall-street-52a38085694bd

Genere : Biography – Comedy – Crime

Director:

 Martin Scorsese

Writers:

 Terence Winter (screenplay), Jordan Belfort(book)

Stars:

 Leonardo DiCaprioJonah HillMargot Robbie

Leo અને Martin ની જોડી નું મૂવી – વર્ણવા માટે શબ્દો નથી કે The Wolf of Wall Street મૂવી ની હું કેવી રીતે રાહ જોઈ રહ્યો હતો .

{આ મારી તકલીફોનું વર્ણન છે જે મેં આ મૂવી જોવા માટે ઉઠાવી અને એટલે સ્કીપ કરવું હોય તો છૂટ : છેવટે રીલીઝ ડેટ આવી 3જી જાન્યુઆરી અને online ચેક કર્યું તો ગાંધીનગર માં ક્યાય આ મૂવી રીલીઝ જ નહતું થયું તોય ખાતરી કરવા થીએટર માં કોલ કરીને પણ પૂછ્યું પણ એ જ જવાબ . છેવટે નક્કી કર્યું કે અમદાવાદ જઈને જ જોઈ આવું , અમદાવાદ માં પણ ખાલી 3 જ થીએટર માં રીલીઝ થયેલું એટલે પછી સૌથી નજીક (મારા ઘરથી 25km નજીક ! ) પડે એવું “Cinemax – Dev Arc Mall” માં જ જોઈ આવવાનું નક્કી કર્યું . ઈચ્છા હતી કે મારા ભાઈ સાથે જઈશ પણ મારો ભાઈ તેના દોસ્ત સાથે શનિવારે જોવા ગયો , શનિવારે મારે મેળ આવે તેમ નહતો એટલે મેં રવિવારે જવાવનું નક્કી કર્યું। પહેલા મારા મિત્ર વિરાજ ને પૂછ્યું પણ તેની ઈચ્છા નહતી એટલે પછી બીજા એક મિત્ર સાથે જોવાનું નક્કી કર્યું . તેને રાત્રે કોલ કરીને કીધું કે અલ મૂવી તો ઈંગ્લીશ માં છે એટલે હું તો નહિ આવું એટલે પછી સવારે બીજા મિત્રને કોલ કર્યો તો તેણે કહ્યું કે બીમાર છું , પછી મારો last resort જેવો મિત્ર જેને કહું એટલે એ તૈયાર જ હોય અને આ વખતે પણ તેણે મને નિરાશ ન કર્યો, પણ શો 11.30 નો હતો અને એ મારા ઘરે આવ્યો 10.30એ અને વળી રસ્તા માં થોડા ભૂલા પડ્યા ને છેવટે એકઝેટ ટાઇમે જ પહોચ્યા ટીકીટ લીધીને અંદર ગયા ત્યારે શરૂઆતની એકાદ મિનીટ જેવું જતું રહ્યું હતું ! }
tumblr_myrrhbe9Z11qcga5ro1_500tumblr_mys6mcnQZM1r3xthuo5_250tumblr_myt2z1OaxW1rwm836o1_500

 

 

 

 

 

 

 

વાત છે 1980s ની , Jordan Belfort જે એક stock-broker હતો, તેની ચડતી અને પછી તેના ભ્રષ્ટાચાર અને ગુનામાં સંડોવણી સુધી થયેલી પડતીની . મૂવીના અશારુઆતના અડધા ભાગ માં તેની ચડતી અને પછી બાકીના ભાગ માં તેની પડતી બતાવાઈ છે , જો કે મૂવીના કોઈ પણ પાસામાં ગુણવત્તાની પડતી નથી ! મૂવીના દરેક પાસા માટે એક જ શબ્દ મગજમાં આવે છે : SUPERLATIVE ! મૂવીમાં પરિસ્થિતિ ગમે તેવી ચાલી હોય પણ humor મૂવીનો સાથ કદી નથી છોડતું . દરેક નાનામાં નાના guest appearance થી લઈને મોટા માં મોટા રોલ માટે પરફેક્ટ cast સિલેકશન થયેલું છે ; લોકેશન્સ , background score , સંવાદ , ડીરેક્શન બધું જ એક દમ top of the world .

મૂવી 3 કલાક ટૂંકુ છે ! (મૂવી જોતા જોતા ટાઈમ ક્યાં જતો રહ્યો એ ખબર જ ના પડી) . આ મૂવી એ એક રેકોર્ડ પણ નોંધાવ્યો : સૌથી વધુ (506) f’words નો ! જો તમારા ઘરની નજીક (કે દૂર)ના કોઈ પણ થીએટર માં ચાલતું હોય તો હમણાં જ ઉપડી જાઓ !

આ લખતો હતો ત્યારે જ ધ્યાન ગયું કે ત્રણેય મૂવીઝ લેટ 20 મી સદીના સમય ગાળા ની ઘટનાઓ પર આધારિત હતા . અને આ ત્રણેય મૂવી ઓસ્કારની રેસ માં હશે જ એવું હું દ્રઢ પણે માનું છું , જો નહિ હોય તો બ્લોગ લખવાનું બંધ !

અને છેલ્લે જતા જતા : Trailer of House of Cards Season 2

હિન્દી સિનેમામાં Copycats/Official Remakes

ભલે બધા ના માને અને એટલું બધું છે પણ નહિ છતાં પણ Bollywood એટલે Hollywood ની કોપી કેટ એવો ચીલો પડી ગયો છે , અને ઘણા બધા મૂવીઝ બેઠ્ઠી ઝે રોક્ષ , ઘણા થોડી ઘણી નકલ તો ઘણા માં ખાલી મસાલો ભભરાવ્યો હોય એવી છાંટ જોવા મળે છે . તો અહી રજુ કરું છું એવી કેટલીક ફિલ્મો નું સરવય્યું . બહુ detail માં પડતો નથી પણ ઉપર ઉપર થી માત્ર પ્લોટ ની માહિતી લખી ને રજુ કરું છું અને કોઈ માં તમને એવું લાગે , કે ના આવું તો નથી તો comment માં feedback આપવાની છૂટ છે .

પ્રકાશ ઝા એ એવું કીધું હતું કે મને આ ફિલ્મ ની પ્રેરણા મહાભારત ના પાત્રો પરથી મળી હતી , આવું બીજું કોણે આવું કીધું હતું યાદ આવ્યું ?? યાદ નાં આવ્યું હોય તો કઈ નહિ હું યાદ કરાવું , The Godfather ( જેના પરથી જ એ જ શીર્ષક વાળું મૂવી બન્યું )ના લેખક Mario Puzo એ કહ્યું હતું કે મારી આ નવલકથા આમતો અમુક સત્ય ઘટના તથા પાત્રો પર આધારિત છે પણ એ સમગ્ર વાર્તા અને પાત્રો નું આલેખન કરવાની પ્રેરણા મહાભારત માંથી મળી છે .આનાથી વધારે કેહવાની કઈ જરૂર ખરી ?!

Plots :

Godfather_ver1

The Godfather : એક માફિયા પરિવાર નો સૌથી નાનો સંતાન કે જેને ખરેખર પોતાના “ફેમીલી બીઝનેસ” માં રસ જ નથી એ તેના પિતાની હત્યાનો પ્રયાસ થતા પોતે બદલો લેવા તત્પર બને અને પછી છેવટે એ જ ડોન બની જાય .

Ranbir_Kapoor_snapshot_-_Rajneeti

Raajneeti : એક પોલીટીકલ પરિવારનો સૌથી નાનો સંતાન જેને પોલીટીક્સ જોડે દૂર દૂર સુધી લેવા દેવા નથી એ જ સંતાન તેના પિતા ની હત્યા થતા શરૂઆત બદલો લેવા કરે અને પછી એ જ મુખ્ય નાયક બની જાય .

શેક્સપીઅર ના નાટક Twelfth Night પર આધારીત ફિલ્મ She’s the man કઈ ઉકાળી શકી ન હતી તો ય વળી આની રિમેક બનાવાનો વિચાર કેમ આયો હશે એ વિચારીને મને નવાઇ લાગે છે ! જોકે ફિલ્મ સંપૂર્ણ પણે તેના પર આધારિત ન હતી પરંતુ તેનાં મુખ્ય આઈડિયાની ઉઠાંતરી કરવામાં આવી હતી .

Plots :

She's_the_man_poster

She’s the Man : જયારે તેનો ભાઈ થોડા સમય લંડન જાય છે ત્યારે તે પોતે જ તેના ભાઈના વેશમાં ફૂટબોલ ટીમમાં પ્રવેશી જાય છે .

800px-Dilbolehadippa!

Dil Bole Hadippa! : એક પંજાબી છોકરી ક્રિકેટ રમવા માટે થઈને તેના નકલી ભાઈ ના સ્વરૂપે ક્રિકેટ ટીમમાં પ્રવેશ મેળવે છે + bollywood મસાલા !

Quentin Tarantino નું મૂવી હોય એટલે કઈ કહેવાનું બાકી રહે નહિ અને જો બોલીવુડ વાળા કોઈ ઠીક/બકવાસ ફિલ્મની કોપી કરવામાં પાછળ ના રહેતા હોય Reservoir Dogs જેવી ક્લાસિક ફિલ્મ ની કોપી ના કરે એવું તો બને જ નહિ ને ! અને વળી જેની આખી દૂનિયા ઘણી નકલો બની હોય એ ફિલ્મ તો કેવી રીતે બાકી રહે ?! અને Reservoir Dogs ની હિન્દી કોપી એટલે Kaante . વળી Kaante માં The Usual Suspects અને Heat ની પણ છાંટ જોવા મળે છે . જોકે Tarantino ના કહેવા મુજબ Kaante એ Reservoir Dogs ની બનેલી બધી નકલો માંથી તેમની ફેવરીટ નકલ છે !

Plots :

Reservoir_dogs_ver1

Reservoir Dogs : જયારે એક સાદી જ્વેલરી heist એકદમ ખરાબ જાય છે ત્યારે બચી ગયેલા ટીમના સભ્યો ને એવી શંક જાય છે કે તેમના માંથી કોઈ અંડરકવર પોલીસ છે .

428px-Kaante_Official_Poster

Kaante : છ સભ્યોની એક ટીમ જયારે એક બેંક લૂંટવા નો પ્લાન બનાવે છે એ દરમિયાન જ તેમને ખબર પડે છે કે તેમના માંથી કોઈ એક અંડરકવર પોલીસ છે .

આમ જોવા જાઓ તો આ બંને મૂવીઝ વચ્ચે કોઈ દેખીતી સમાનતા જોવા ના મળે , પણ જો ધ્યાન જુઓ તો ખબર પડે કે સ્ટોરી લાઈન અને પાત્રો એ Snatch. મૂવી માંથી પ્રેરિત છે . વિવેક ઓબેરોઈ નું પાત્ર એ Jason Statham અને સન્ની દેઓલ નું પાત્ર એ Brad Pitt ના પાત્ર પર આધારિત છે અને as usual આપણો bollywood નો મસાલો કેમ ભૂલી શકાય ? જોકે IMDb top 250 માં સ્થાન ધરાવતી આ ફિલ્મ ની bollywood રિમેક એકદમ બકવાસ ….

Plots :

snatch_1

Snatch. : બહુબધા લોકો એક હીરા ને મેળવવા માટે મથામણ કરી રહ્યા છે .

Fool_N_Final_(2007)

Fool N Final : બહુબધા લોકો એક હીરા ને મેળવવા માટે મથામણ કરી રહ્યા છે .

Bunty Aur Babli એક હળવું મૂવી હતું જયારે Bonnie and Clyde એ એક સીરીઅસ ક્રાઇમ ડ્રામા છે અને તેના અંત માં (spoiler alert) હીરો અને હિરોઈન બંને મૃત્યુ પામે છે જયારે આપણા વાળામાં તો છેલ્લે ખાધું પીધુ ને રાજ કર્યુ….

Plots :

Bonnie_and_Clyde

Bonnie and Clyde : એક બીજાના પ્રેમ માં પડેલુ યુગલ જેમનુ કામ જ બેંક લૂંટવાનુ છે .

B_aur_bun11111tri

Bunty Aur Babli : એક છોકરો અને એક છોકરી ઉત્તર પ્રદેશ ની યાત્રા પર નીકળે છે અને લોકોને છેતરતા છેતરતા , એક બીજાના પ્રેમમાં પડી જાય છે .

We are Family એ Stepmom ની કરન જોહર દ્વારા બનાવામાં આવેલી official remake છે , જોકે સ્ટોરી માં થોડો change છે પણ આ મૂવી ઓરીજનલ મૂવીની કક્ષા એ પહોચી શકે એટલું સક્ષમ નહતું અને છતાં ભારતીય પરિપ્રેક્ષ માં એકદમ સારી રીતે રજુ થયેલું મૂવી કહી શકાય.

Plots :

Stepmom[1]

Stepmom : મરણ પથારીમાં પડેલી એક સ્ત્રીએ , તેના ભૂતપૂર્વ પતિની જિંદગીમાં આવેલી સ્ત્રીનો સ્વીકાર કરવો પડે છે , જે તેના બાળકો માટે Stepmom બનવાની છે .

Wearefamily[1]

We are family : એ જ plot પણ થોડી વિસ્તૃત રીતે અને થોડો હટકે .

બેઠ્ઠી ઝેરોક્ષ કોપી .

Plots :

Death-at-a-funeral-poster

Death at a Funeral : એક વ્યક્તિની મૃત્યુ સભામાં થયેલા chaos ની સ્ટોરી , જયારે એક વ્યક્તિ મૃત્યુ પામેલ વ્યક્તિ વિશેનું એક સિક્રેટ બહાર પાડવા પ્રયત્ન કરે છે .

414px-Daddycool-2009-3b-1_1230036430

Daddy Cool : એક વ્યક્તિની મૃત્યુ સભામાં થયેલા chaos ની સ્ટોરી , જયારે એક વ્યક્તિ મૃત્યુ પામેલ વ્યક્તિ વિશેનું એક સિક્રેટ બહાર પાડવા પ્રયત્ન કરે છે .

Dhamaal આમ તો It’s a Mad, Mad, Mad, Mad World ની official remake છે પણ બેઝીક આઈડિયા જ મુખ્ય છે .આ સિવાય Dhamaal માં બીજા ઘણા બધા મૂવીમાંથી ઉઠામણી કરવામાં આવી છે જેમકે Road Trip, Bean – The Movie, Mr. Bean, Rat Race, Dude, Where’s My Car? (આ મૂવી પરથી પાછું Mere Dad Ki Maruti મૂવી પણ બની ગયું !) અને Johnny English વગેરે મૂવીઝ માંથી અમુક અમુક પાર્ટ્સ બેઠા કોપી કરવામાં આવ્યા છે .

Plots :

Madworldposter

It’s a Mad, Mad, Mad, Mad World : એક મરતા માણસના અંતિમ શબ્દો સાંભળીને ખજાનો શોધવા માટેની દોડા-દોડ .

Dhamaal_2007

Dhamaal : ચાર મિત્રો તથા એક પોલીસ ઓફીસર એક મરતા માણસના અંતિમ શબ્દો સાંભળીને ખજાનો શોધવા માટે એક બીજા સાથે રેસમાં ઉતરે છે, ત્યારે સર્જાયેલા પ્રસંગો .

Qayamat: City Under Threat એ The Rock ની ખરાબ ભારતીય આવૃત્તિ છે . The Rock માં પ્રથમ James Bond એવા Sean Connery અને Nicolas Cage ના characters પોતપોતાની રીતે એકદમ વ્યવસ્થિત રીતે ભજવેલા લાગે છે જયારે કયામતમાં તો ઓવર એક્ટિંગનો તો પાર છે જ નહિ . અજય દેવગણ એ શોન કોનેરી ને સમકક્ષ ના પહોચી શક્યો . જે પાત્ર એક મેચ્યોર વ્યક્તિ માટે આલેખાયું છે તે , તે સમયે યંગ અજય દેવગણ ક્યાંથી ભજવી શકવાનો હતો ?

Plots :

The_Rock_(movie)

The Rock : એક ટાપુ પર આવેલી જેઈલ કે જેના પર એક rogue મિલેટરી ટીમે કબજો જમાવ્યો છે અને જો પોતાની માંગણીઓ પૂર્ણ ના થાય, તો nerve ગેસ વડે હમલો કરવાની ધમકી આપી છે. આ ટીમની સામેનાં counter attackનું નેતૃત્વ એક બિન અનુભવી કેમિસ્ટ અને એક ex-con એ લેવાનું છે .

Qayamat

Qayamat: City Under Threat : દરિયાની વચ્ચે ટાપુ પર આવેલી જેઈલ પર પાકિસ્તાની આતંકવાદીઓએ કબજો જમાવ્યો છે અને જો પોતાની માંગણીઓ પૂર્ણ ના થાય nerve ગેસ વડે હમલો કરવાની ધમકી આપી છે. તેમને મારવા માટે એક ક્રિમીનલ ની મદદ લેવાની છે .

Players એ The Italian Job ની official remake છે , અબ્બાસ – મસ્તાન ની આ ફિલ્મ માં જોકે રેસ જેટલી મઝા આવે એવું નથી . વળી Players એ The Italian Job જોયું હોય તેમની બેઈજ્જતી કરવા માગતા હોય તે રીતે બનાવવામાં આવ્યું છે . The Italian Job પોતે જ વળી એ જ નામ (The Italian Job) વાળા બ્રિટીશ મૂવીની remake છે જેમાં મુખ્ય ભૂમિકા Michael Caine એ ભજવી છે . તો Players એ રીમેક ની રીમેક થઇ !

Plots :

Italianjob

The Italian Job : જયારે તેમના જ એક સાથી દ્વારા દગો થયા પછી અને Italy માં તેમને મારવા માટે છોડી દેવામાં આવે છે , ત્યારે બચી ગયેલા સભ્યોનો લીડર Charlie તેમના એ ભૂતપૂર્વ સાથી સાથે બદલો લેવા માટે એક elaborate પ્લાન બનાવે છે .

Players_Official

Players : જુદા જુદા ક્ષેત્રમાં નિષ્ણાત વ્યક્તિઓની ટીમ સોના ની ચોરી કરવાનો પ્લાન બનાવે છે , પ્લાન સફળ થયા પછી તેમનો જ એક સાથી દગો કરે છે અને બધું સોનું લઈને તેમને મરવા છોડી દઈ ભાગી જાય છે , હવે બચી ગયેલી ટીમ નું એક જ લક્ષ્ય છે એ દગાખોર ને બરબાદ કરી દેવો .

આ સાથે આ લીસ્ટ અહી પૂરું કરું છું . આમ તો લીસ્ટ ખૂબ લાંબુ  છે પણ બ્લોગ માટે આટલું પૂરતું હોય એમ મને લાગે છે . છેલ્લે એટલું જ કહીશ કે , A copy should be an intelligent one !

અને જતા જતા વર્ષ 2013 નું YouTube rewind :

ભારતીય સુપરહીરોઝ

ગયા અઠવાડિયે Marvel Cinematic Universe ના સુપર હીરોઝ પર લખ્યું હતું એટલે પછી વિચાર આવ્યો કે આ વખતે આપના પોતાના ભારતીય સુપરહીરોઝ પર લખું . આમ તો list બનાવા જાઉં તો ઘણું લાંબુ બને છે કેમકે comics માં ઘણા બધા સુપરહીરોઝ તથા હીરોઈન છે check કરવું હોય તો અહી ક્લિક કરો : Indian Super-Heroes .

પણ હું તો જેને આપણે સૌ જાણીએ છીએ તેવા cinema તથા ટેલીવિઝન ની દુનિયાના સુપરહીરોઝ વિષે લખવા માંગું છું . અને તેનું લીસ્ટ પ્રમાણ માં ટૂંકું છે . તો ચાલો જોઈએ આપના જાણીતા ભારતીય સુપરહીરોઝ .

Shahenshah :

Shahenshah

શરૂઆત કરવા માટે સદીના મહાનાયકથી સારી choice કઈ હોઈ શકે . 1988 માં આવેલી આ ટીનું આનંદની ફિલ્મમાં આમ તો વિજય ( Amitabh Bachchan ) પાસે ખરા અર્થ માં કોઈ સુપર પાવર હતા નહિ , પણ જયારે તેના પિતા ઇન્સ્પેકટર શ્રીવાસ્તવને ( Kader Khan ) JK ( Amrish Puri ) ભ્રષ્ટાચાર ના ખોટા આરોપમાં ફસાવી દે છે ત્યારે ઇન્સ્પેકટર શ્રીવાસ્તવ આ આરોપ ખોટો સાબિત ન કરી શકતા છેવટે આપઘાત કરી લે છે જેની વિજય ના માનસ પર ઊંડી અસર પડે છે અને એ આ સમાજના દુષણો નો સામનો કરવા માટે મક્કમ બને છે . મોટો થઈને તે પણ તેના પિતા ની માફક ઇન્સ્પેકટર બને છે પણ આ તેનો alter ego છે ,જેમાં એ એક ભ્રષ્ટાચારી ઇન્સ્પેકટર છે જે રૂપિયા લઈને કેસ દબાવી દે અથવા કોઈ પગલા ના ભરે પણ રાત્રે પોતે જ ” શાનેશાહ ” બની એ જ કેસ નું નિરાકરણ લાવી દે . અને પછી આગળ શું થાય એ તો બધાને ખબર જ છે …!!

આ રીતે શહેનશાહ ને ભારતનો સુપરહીરો ગણી શકાય . વળી ફિલ્મ નું ટાઈટલ સોંગ ” અંધેરી રાતો મેં સુમસામ રાહો પે … ” એકદમ મસ્ત , background music પણ ચકાચક અને ડાઈલોગ્સ તો કોણ ભૂલી શકે ” રીશ્તેમે તો હમ તુમ્હારે બાપ લગતે હૈ નામ હૈ ‘શહેનશાહ’… ” આ ડાઈલોગ જેટલી વાર આવે એટલી વાર ફિલ્મ ના પૈસા વસૂલ …!!

Mr. India :

mr.india

1987 ની શેખર કપૂરની આ ફિલ્મ ભારતમાં sci – fi જોનર ની બેસ્ટ ફિલ્મોમાંની એક છે . આ ફિલ્મમાં પણ મુખ્ય પાત્ર અરુણ વર્મા ( Anil Kapoor ) પાસે કોઈ સુપર પાવર નથી પણ તેના હાથમાં એક એવી device આવી જાય છે કે જે દેખાવે તો સામાન્ય ઘડિયાળ જેવી પણ તેને પહેરીને જો એક્ટીવેટ કરવામાં આવે તો તે પહેરનાર માણસ અદ્રશ્ય થઇ જાય છે અને ફક્ત લાલ પ્રકાશમાં જ તેને જોઈ શકાય છે . પછી આગળ શું થયું એતો તમે જાણો જ છો …

Mogambo-Amrish-Puri3

પણ આ ફિલ્મથી વિલનની એક નવી પરિભાષા આવી તેમ કહી શકાય . અમરીશ પૂરીનું iconic મોગેમ્બો નું પાત્ર અને તેના સંવાદો તથા કેચ ફ્રેઝીસ અને બધાનો personal favourite ” મોગેમ્બો ખૂશ હુઆ “… ગમે ત્યાં આ ડાઈલોગ સંભાળીને આપના મન માં મોગેમ્બોનું પાત્ર જીવંત થઇ જાય .

Shaktimaan :

shaktimaan_front1

આમ જોવા જઈએ તો ભારતીય પૃષ્ઠ ભૂમિમાં આ Super Man નું એક classic adoption જ છે , પણ જે છે એ જોરદાર છે ! 1997 થી 2005 સુધી એમ લગભગ 8 વર્ષ ચાલેલી આ સીરીઅલ એટલે 80s અને 90s ના બાળકો ની ફેવરીટ સીરીઅલ . મને હજી પણ યાદ છે 12 વાગવા એટલે બધા જે રમતા હોય એ પડતું મુકીને TV આગાળ ગોઠવાઈ જતા .

શક્તીમાન ( Mukesh Khanna ) આમ તો એક સામાન્ય માણસ જ હતો પણ એકદમ કઠોર યોગ સાધનાથી તેને આ શક્તિઓ પ્રપ્ત થઈ હતી . સામાન્ય લોકોની નજરમાં એ ” આજ કી આવાઝ ” નામના દૈનીક માં કામ કરતો ફોટોગ્રાફર ” ગંગાધર વિદ્યાધર માયાધાર ઓમકારનાથ શાસ્ત્રી ” . શક્તિમાનના કટ્ટર દુશ્મનો તેના માર્ગમાં હમેશા મુસીબતો ઉભી કરવા માટે તૈયાર જ હોય અને શક્તિમાન સમયસર પોહચી જઈને તેમની યોજનાઓનો ઘડો લાડવો કરી નાખે .

shaktimaan1

શક્તિમાનનો મુખ્ય દુશ્મન એટલે ” તમરાજ કીલવીશ ” , જો શક્તિમાન શક્તિપુંજ નો એકભાગ હતો તો તેનો બીજો ભાગ પાપપુંજ હતો કીલવીશ . વળી દુનિયામાં લોકો જે પણ પાપ કરે તેનાથી પણ તેને શક્તિ પ્રાપ્ત થતી હતી . શક્તીમાન ના બીજા દુશ્મનો જોઈએ તો ડૉ. જૈકાલ , સાહબ (કુમાર રંજન) , કપાલા , તિમિર , ટોય મેન વગેરે વગેરે …

દરેક એપિસોડના અંતે આવતું ” છોટી છોટી મગર મોટી બાતે ” જોવાની પણ મઝા આવતી . અને હવે શક્તિમાન ની 3 – D ફિલ્મ પણ આવવાની છે તેવું જાણવા મળ્યું છે જેની મુકેશ ખન્નાએ પુષ્ટિ કરેલી છે .

Krrish :

Krrish3

જયારે કોઈ મિલ ગયા ફિલ્મ આવેલી ત્યારે કોઈએ વિચાર્યું પણ નહતું કે આની સિકવલ આવશે અને એ પણ સુપરહીરો મૂવી હશે . પણ જયારે 2007 માં ક્ર્રીશ આવ્યું ત્યારે બધા જોતા જ રહી ગયા . સ્ટોરી આગળ વધે છે કોઈ મિલ ગયાના અંત થી જયારે રોહિત ને છોકરો જન્મે ત્યારે એ પણ તેની શક્તિ સાથે લઈને જ જન્મે છે પણ તેની જાણ તેની દાદી પાછળ થી થાય છે અને ખબર પડતા જ તે શહેર છોડીને કોઈક દુર્ગમ ગામ માં રેહવા જતા રહે છે જ્યાં કોઈ તેમને ઓળખતું નથી . ત્યાં જ ક્રિષ્ના મોટો થાય છે અને ઉમર સાથે તેની શક્તિઓ વિકસે છે . પછી થોડું ફાસ્ટ ફોરવર્ડ જે તમને ખબર જ છે . ક્રિષ્ના જયારે સિંગાપુરમાં એક સર્કસ માં જાય છે ત્યારે ત્યાં આગ લગતા લોકોના જીવ જોખમમાં આવી પડતા તેમને બચાવવા માટે પ્રયત્ન કરવો હોય છે પણ તેની દાદીને આપેલા વચન મુજબ તે પોતાની ઓળખ દુનિયા સમક્ષ છતી ન કરી શકે, અને તેથી તે એ બાજુમાં પડેલુ જોકરનું તૂટેલું માસ્ક ઉઠાવી પહેરી લે છે જેનાથી તેનું મો ઢંકાઈ જાય અને તે ઓળખાય નહિ .તે જ ક્ષણે જન્મ થાય છે સુપરહીરો ક્ર્રીશનો .

મૂવીની સ્ટોરી અને સોન્ગ્સ એકદમ મસ્ત , ક્યાય કંટાળો ના આવે , ટ્વિસ્ટ અને એક્શન પણ જોરદાર . જોકે Krrish 3 આ ઘટના ને પુનરાવર્તિત ન કરી શક્યું સ્ટોરી સારી હતી પણ રાકેશ રોશનનું ડીરેક્શન આટલું નબળું પણ હોઈ શકે એ હવે ખબર પડી અને જરૂર વગરના સોન્ગ્સ તથા બકવાસ special effects . છતાય ક્ર્રીશ એ ભારતીય સુપરહીરો ના લીસ્ટ માં ખૂબ જ ઉપર આવે એ તો સો ટચ ની સાચી વાત કેમ કે તેની બેક-સ્ટોરી એટલી મજબૂત છે કે કોઈ બકવાસ સિકવલ એ બગડી શકે નહિ .

G.One :

Shahrukh-khan-pic-from-movie-Ra.one-As-G-one

થોડા વધારે પડતા ટેકનીકલ બેક-ગ્રાઉન્ડ વાળી આ સુપરહીરો ની સ્ટોરી મોટાભાગના લોકો માટે બાઉન્સર હતી , જેમાં એક ગેઈમ માંથી પહેલા વિલન Ra.One ( Arjun Rampal ) બહાર આવી જાય અને તેને રોકવા માટે G.One (Good One ) ( Shahrukh Khan ) પણ બહાર ( અસલી દુનિયા ) માં આવી જાય .

raone-poster

સ્ટોરીમાં એટલો દમ હતો નહિ પણ એ કમી special effects વડે પૂરી કરવા પ્રયત્ન કર્યો હતો જે થોડે ઘાને અંશે સફળ રહ્યો એમ કહી શકાય . (બિનજરૂરી)સોન્ગ્સ પણ મસ્ત હતા . ડાઈલોગ્સ પણ સારા હતા , પણ છેવટે કરોડરજ્જુ વગર નું શરીર નક્કામું એમ …. તમે સમજી ગયાને યાર …!!

જોકે એક વાત નો શ્રેય શાહરૂખને આપવો પડે કે તેને Ra.One ને 3-D માં રીલીઝ કરવા ભારતના બધા મલ્ટીપ્લેક્ષ ને 3-D screen ચાલુ કરાવડાવી , અને એટલે આજે આપણે 3-D માં રીલીઝ થતું કોઈપણ મૂવી ઘરની નજીકના મલ્ટીપ્લેક્ષ માં જઈને જોઈ શકીએ છીએ .

===> અને છેલ્લે ભારતીય સિનેમા તથા ટીવી ના કેટલાક સુપરહીરોઝ ના ઓનરેબલ મેન્શન્સ : Drona , Ajooba , Junior G , Shiva , Hero …

અમુક લોકોને લાગતું હશે કે આમાં રજનીકાંત નું Robot કેમ નથી ? પણ મારા મતે Robot એ સુપરહીરો નહિ પણ એક યાંત્રિક મશીન જ છે અને મૂવીમાં પણ છેલ્લે તો Robot પોતે જ વિલન બને છે અને ડૉ. વસીગરન (રજનીકાંત) એ જ પેંતરો લડાવીને તેને કાબૂમાં લાવવો પડે છે .

અને જતા જતા સુપરહીરોના લેખના અંતે સુપરહીરો મૂવી The Amazing Spider-man 2 નું trailer :

Marvel Cinematic Unverse

marvel-logo

સુપરહીરો બનવું કોને નથી ગમતું …!! And I ‘m a sucker for Super Hero Movies . આમ તો ઘણી બધી comics ના અને Studios ના સુપરહીરો મુવીઝ રીલીઝ થતા હોય છે પણ એમાં Marvel એ તો ખરેખર એક અલગ જ દુનિયા ઉભી કરી છે . આમ તો Marvel comics ની રીતે જોવા જઈએ તો આ Universe એટલા બધા સુપર્હીરોઝ છે કે વાત ના પુછો . Marvel Studious ની પણ ઘણી બધી મુવી ફ્રેન્ચાઈઝ આવી છે જેવી કે Spider Man , X- Men ,The Punisher , Fantastic Four ,Ghost Rider , The Amazimg Spider Man વગેરે વગેરે, પણ અહી હું સ્પેસિફિક The Avengers Universe ની વાત કરવા માંગું છું .

Marvel-Movie-Universe-Full-HD-Pictures

avengers-movie poster

આ Movie franchise ની શરૂઆત 2008 માં Iron Man થી થયેલી, આ Marvel Cinematic Universe માં Iron Man , Captain America , Thor , Hulk આ ચાર મુખ્ય મુવીઝ છે . Iron Man મુવી ને અંતે hidden scene માં Nick Fury ( જે જાસુસી સંસ્થા S.H.I.E.L.D.નો director છે. ) નો અને Tony Stark (Iron Man ) નો સંવાદ બતાવ્યો છે તો વળી આખા મુવી દરમિયાન ક્યારેક ક્યારેક agent Phil Coulson પણ હાજરી પુરાવ્યા કરે છે . પણ એ વખતે એટલી detail માં ખબર ના પડે . એ પછી 2008 માં જ આવ્યું The Incredible Hulk , જેમાં મુવીના અંતે hidden scene માં Tony Stark અને General Ross વચ્ચે નો સંવાદ બતાવ્યો છે ,ત્યારે સાલું આપણને થાય કે આ Iron Man વળી Hulk ના મુવીમાં શું કરે છે ?! પછી 2010 માં આવ્યું Iron Man 2 એમાં તો Nick Fury , Agent Coulson અને Agent Romanof (Black Widow) આખા મુવીમાં દેખાયા કરે છે , તો વળી છેલ્લે hidden scene માં Agent Coulson કોઈક રણ ની વચ્ચે પહોચે છે અને ડાયલોગ આવે છે કે “I found it , sir. ” . આ સંભાળીને થાય કે વળી એવું તે શું મળ્યું આને રણ ની વચ્ચે ?

Iron Man Custom Made Poster2 (1) Marvel-The-Avengers-Movie-2012-HD-Wallpaper-The-Hulk-Bruce-Banner-22 Thor captain-america-the-first-avenger

2011 માં આવ્યું Thor , આમાં Iron Man 2 નો જ hidden scene મૂવીની વચ્ચે આવે અને ત્યારે આપણ ને ખબર પડે કે ઓહો હો આ Agent Coulson ને બીજું કઈ નહી પણ Thor નો હથોડો મળ્યો હતો , આ વખતે મને થયે લુ કે આ બધા મુવી એકબીજા માં inter link કરીને આ લોકો કરવા શું માંગે છે ? એટલે બંદા એ કર્યું google ને મળ્યું કે 2012 માં આવે છે The Avengers , બધા જ સુપરહીરોઝ એક જ મુવી માં એક સાથે ભેગા મળી ને કરશે પૃથ્વી ના દુશ્મનો નો સામનો …. આ જાણીને હું તો ખૂશ ખૂશ થઇ ગયેલો . અને પછી તો રાહ જોવાતી ન હતી . July , 2011 માં આવ્યું Captain America : The First Avenger જે હતું સમગ્ર પ્રથમ વિશ્વ યુદ્ધ પર , એટલે મને સાલું નવી લાગી કે આ Captain America જો Avenger ટીમ માં હોય તો આ તો કઈ રીતે શક્ય છે પણ મુવીના અંતે એનું પણ સમાધાન આવી ગયું . Thor અને Captain America ના hidden scene માં તો છેવટે Aevngers મુવી ને રીલેટેડ વાતો બતાવવા માં આવી હતી . અને Captain America ને અંતે The Avengers નું Teaser જોઈ ને વધારે excited થઇ ગયેલો .

Marvel Cinematic Universe Timeline

છેવટે જેની આતુરતા પૂર્વક રાહ જોતો હતો એ The Avengers , 2012 માં આવ્યું , એ જોવા તો theatre માં જ ઉપડી ગયેલો ને વળી આ મારું પહેલું 3-D મુવી હતું , More excitement ,you know …!! The best movie of the Marvel Cinematic Universe . Movie માં આટલા બધા સુપરહીરોઝ ભેગા મળે એટલે અહમ નો ટકરાવ થાય એ તો નક્કી જ છે પણ એ બધા ને એક કરવા Agent Coulson ની શહીદી નો ચતુરાઈ પૂર્વક આધાર બનાવે છે . છેવટે બધા ભેગા મળીને સુપર વિલન Loki ( Thor નો સાવકો ભાઈ ને on the personal note, Marvel નો DC ના The Dark Knight ના Joker નો જવાબ ) . આ મુવીના hidden scene માં વળી Thanos દેખા દે , it means more thrill & excitement is coming your way …!!

LOKI

દરેક મુવી ને એક બીજા માં inter link કરી આટલા લાંબા પ્લાન સાથે કોઈ movie franchise નું નિર્માણ કરવું એ કઈ જેવી-તેવી વાત નથી ,અને એટલે જ Marvel Studios ને એ દાદ આપવી પડે .

2013 માં આવ્યું Iron Man Three , જે વળી એક્શન થી અને technology થી ભરપુર પણ આ Iron Man સીરીઝ નું છેલ્લું મુવી હતું એટલે હું દુખી થતો હતો , પણ as always hidden scene માં Tony Stark એ Dr. Banner (Hulk) ની જોડે વાતો કરતો દેખાડ્યો છે infact આખું મુવી એ Tony , Dr. Banner ને વાત કરતો હોય છે એ રીતે છે એમ બતાવ્યું છે . અને છેલ્લે “Tony Stark will return” એવું વાંચીને મન ગદ ગદ થઇ ગયેલું .

agents-of-shield-official-poster

વળી Avengers નો જ director Joss Whedon 2013 માં T.V. સીરીઝ ચાલુ કરી Agents of S.H.I.E.L.D. જે વળી Marvel Cinematic Universe નો જ ભાગ છે અને Post Avengers world ની વાત છે . જેના પેહલા જ એપિસોડ માં શોક આવે જયારે તમે Avengers માં મૃત્યુ પામેલા Agent Coulson ને તમે જીવતો જુઓ , એ કઈ રીતે જીવતો થયો કે પછી મર્યો જ નહતો એ રહસ્ય જ રાખવામાં આવ્યું છે . અને વળી આ સીરીઝ Movies જોડે sync છે . જેમકે Thor : The Dark World રીલીઝ થયા પછી ના જ એપિસોડ માં Thor પૃથ્વી પરથી વિલન ને મારી ને જતો રહ્યો પછી શું થયું એ દેખાડયું છે . ટૂંક માં જયારે પૃથ્વી ના માથે મોટી આફત ના હોય ત્યારે S.H.I.E.L.D. ની કામગીરી શું છે તે બતાવ્યું છે . Agent Coulson પોતાની એક ટીમ બનાવી ને threats કે પછી કોઈ વિચિત્ર જ વસ્તુ ઓ નો સામનો કરે છે .

Thor : The Dark World ના hidden scene વળી interesting હતો . The Collector દેખા દે છે , જે હવે Guardians of the Galaxy માં દેખા દેશે .

જોડે જોડે ફક્ત Movies ના Blu-Ray તથા 3-D Blu-Ray પેક માં જ exclusive, Marvel One-Shot નામના શોર્ટ movies આવે છે જે બે મુવીઝ ની વચ્ચે ની કડીઓ છે . હાલ આવા 5 One-Shot છે : Agent Carter (2013), A funny thing happened on the way to Thor’s Hammer (2011) ,The Consultant (2011) , Item 47 (2012) , All Hail The King (2014)

Agent_Carter marvel_one_shot_the_consultant marvel-item-47 marvel_one_shot_a_funny_thing_happened_on_the_way_to_thors_hammer

 

 

એમ ને એમ જ કંઈ આ Movie franchise વિશ્વ ની highest grossing film franchises માં 3જા (#1 Harry Potter #2 James Bond ) ક્રમે નથી , detail oriented planning એ એનું મોટું પાસું છે .

avengers-2-age-of-ultron-10329-p-1375271588-970-75 ant-man-movie-poster-fan-made Guardians-of-the-Galaxy-Fan-Made-Teaser-Poster-570x855-Copy

હવે 2014 માં Captain America : The Winter Soldier આવી રહ્યું છે , ત્યાર બાદ 2014 માં જ Guardians of the Galaxy આવશે . 2015 ના May માં The Avengers : Age of Ultron તથા July માં Ant-Man મુવીઝ આવી રહ્યા છે . Marvel Studios એ આ franchise ને 3 phase માં વહેંચી દીધી છે .Phase 1: Iron Man થી The Avengers સુધીના મુવીઝ . Phase 2: Iron Man Three થી The Avengers : Age of Ultron સુધી ના મુવીઝ અને Phase 3: Ant-Man થી The Avengers 3 સુધીના મુવીઝ . આ franchise પૂરી થયા બાદ પણ Marvel Studios જુદા જુદા spin off મુવીઝ તથા Marvel comics ના બીજા less famous characters ના મુવીઝ બનાવવા નો પ્લાન ધરાવે છે .

અને છેલ્લે જતા જતા Fast & Furious Movie franchise ના fans માટે એક દુખદ સમાચાર :
Fast & Furious franchise માં Brian O’Conner નો રોલ કરનાર Paul Walker નું કાર અકસ્માતમાં 40 વર્ષ ની વયે મૃત્યુ થયું છે .

For more Information : Paul Walker

And New teaser of Sherlock :